ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ઝડપી કામગીરી કરાઈ રહી છે. ત્યારે અમદાવાદ માટે ખુશખબર છે કે બુલેટ ટ્રેન માટે સાબરમતી ખાતે 80 હેકટરમાં જાપાન જેવો અતિઆધુનિક ડેપો બનશે. આ સાથે અન્ય સુરત અને મુંબઇ નજીક થાણેમાં ડેપો બનાવાશે.
- સાબરમતીમાં બુલેટ ટ્રેન માટે અતિઆધુનિક ડેપો બનશે
- 80 હેક્ટરમાં તૈયાર કરાશે બુલેટ ટ્રેનનો ડેપો
- સુરતમાં પણ 60 હેક્ટરમાં તૈયાર કરાશે ડેપો
આ ત્રણ સ્થળ પર બુલેટ ટ્રેન માટે ડેપો બનાવાશે
બુલેટ ટ્રેનની સાફ સફાઈ તેમજ મેન્ટેનન્સ માટે NHRCL સાબરમતી, સુરત અને મુંબઈ નજીક થાણેમાં ડેપો બનાવશે. આ ત્રણેય ડેપો જાપાનમાં આવેલા સેન્ડાઈ અને કાનાજાવા ડેપો જેવા જ બનાવવામાં આવશે. જ્યાં ટ્રેનોનું નિરીક્ષણ કરવા માટે જરૂરી સાધનો લગાવવાની સાથે પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન ડેપો તૈયાર કરવામાં આવશે.
સાબરમતીમાં બુલેટ ટ્રેનનો સૌથી મોટો ડેપો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે તૈયાર થનારા ત્રણેય ડેપોમાં સાબરમતી ડેપો સૌથી મોટો 80 હેક્ટરમાં તૈયાર કરવામાં આવશે. આધુનિક સાધનોથી સજ્જ આ ડેપોમાં ટ્રેનોનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવામાં આવશે.
સાબરમતી ડેપોમાં જોવા મળશે આ સુવિધા
સાબરમતી ખાતે બનનારા ડેપો અતિઆધુનિક બનશે. જેના માટે ડેપોમાં ઇન્સ્પેક્શન બે, વોશિંગ પ્લાન્ટ, વર્કશોપ, શેડ્સ, સ્ટેબલિંગ લાઈન વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ જ રીતે અમદાવાદ-મુંબઈ રૂટ પર ટ્રેનોના સંચાલન માટેનો કંટ્રોલ રૂમ પણ આ જ ડેપોમાં તૈયાર કરાશે.
સાબરમતીની જેમ સુરત ખાતે પણ બનશે ડેપો
અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનો ડેપો બનશે. જો આ સાથે સુરતમાં પણ ડેપો બનાવામાં આવશે. જ્યારે સુરતમાં ડેપો 60 હેક્ટર એરિયામાં તૈયાર કરાશે. આ ડેપોમાં જાપાનથી આવતી નવી ટ્રેનો રાખવાની સાથે ટ્રેનોનું પ્રાથમિક મેન્ટેનન્સ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.