રૂપાણી સરકારની જાહેરાત: 8000 જગ્યા પર નિમણૂંક પત્ર આપવા આદેશ

સરકાર દ્વારા સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8000 જગ્યાઓ માટે નિમણૂંક પત્ર તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ કરાયા છે.

1-8-18 નો પરિપત્ર રદ કરાયા બાદ ગુજરાત સરકારે જાહેરાત કરી કે, ભરતી માટે જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષાની પક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડની સ્થિતિ સામાન્ય બાદ આગળની પ્રક્રિયા કરવા સૂચના અપાઈ છે.

આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને નોકરીની વ્યાપક તકો મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મળશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તેના નિમણૂંક પત્રો તાત્કાલિક આપવામાં આવશે. આમ, ભરતી પ્રક્રિયાને લઈને જે પ્રશ્નો હતા તેના પર પૂર્ણવિરામ મૂકાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.