અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચર્ડ નિક્સનની ભદ્દી ટીપ્પણી, ભારતીય સ્ત્રીઓ કદરૂપી હોય છે

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચર્ડ નિક્સને ભારતીય મહિલાઓ વિશે કરેલી એક ભદ્દી ટકોરની ટેપ બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ટેપમાં નિક્સન એવું કહેતાં સાંભળી શકાતું હતું કે ભારતીય સ્ત્રીઓ એકદમ કદરૂપી હોય છે. કોણ જાણે કેવી રીતે બાળકો પેદા કરે છે….

1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ડરાવવા અમેરિકાએ બંગાળના અખાતમાં અમેરિકી યુદ્ધનૌકાએા મોકલી હતી. જો કે ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધી અમેરિકાના આવા પગલાથી જરાય ડર્યા નહોતાં. તેમની આગેવાની હેઠળ ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરી દીધું હતું અને બાંગ્લા દેશનો જન્મ થયો હતો.

અમેરિકાના આર્કાઇવલ ડેટાની કેટલીક વિગતો પ્રિન્સટનના કેળવણીકાર ગેરી વાઝને  મળી હતી. એમાં બહાર આવેલી આ ટેપમાં પ્રમુખ રિચર્ડ નિક્સન કહે છે કે દુનિયામાં સૌથી કદરૂપી મહિલાઓ ભારતમાં જોવા મળતી હતી. વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન નિક્સને કહ્યું હતું કે ભારતની મહિલાએા અનહદ દયામણી હતી અને પુરુષો રિપલ્સીવ (અરુચિકર ) હતા.

આ વાત વ્હાઇટ હાઉસમાં 1971ના જૂનમાં થઇ ત્યારે રિચર્ડ નિક્સન ઉપરાંત આ બેઠકમાં ત્યારના અમેરિકી વિદેશ પ્રધાન હેનરી કિસિંજર અને અમેરિકી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એચ આર હોલ્ડમેન પણ હાજર હતા.

રિચર્ડ નિક્સન પ્રેસિડેન્શ્યલ લાયબ્રેરી એન્ડ મ્યુઝિયમમાં રહેલા આ ડેટાને ડિક્લાસીફાય કરાવવા માટે વાઝે કાનૂની નિષ્ણાતોની મદદ લીધી હતી. ત્યારબાદ વાઝે આ ટેપ મેળવી હતી.

ત્યારબાદ વાઝે આ ટેપ મેળવી હતી.
આ ટેપમાં નિક્સન બોલી રહ્યા છે કે દુનિયામાં સૌથી કદરૂપી સ્ત્રીઓ ભારતની હોય છે એમાં કોઇ શંકા નથી.આ  લોકો એકદમ સેક્સલેસ હોય છે. ઘણા લોકો આફ્રિકી મહિલાઓની વાત કરે છે પરંતુ એ લોકોમાં જાનવરો જેવો ચાર્મ (આકર્ષણ ) હોય છે જ્યારે ભારતીય સ્ત્રીઓ તો દયામણી હોય છે. ‘એ લોકો મને ટર્ન ઑફ કરી દેછે જ્યારે બીજા (દેશોની મહિલાઓ ) મને ટર્ન ઓન કરી દે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.