“જાહેરાત માત્ર જાહેરાત ન બની જાય,”રૂપાણી સરકારની ભરતીની જાહેરાત પર કોંગ્રેસની પ્રતિક્રિયા

બેરોજગારી અને અટકી પડેલી ભરતી પ્રક્રિયાને લઈને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના બેરોજગાર યુવાનો અને જુદી જુદી સરકારી પરીક્ષાઓ આપી ચૂકેલા ઉમેદવારો સરકારી નોકરીઓમાં ભરતી કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા.

રોજગારી મુદ્દે છેલ્લા ઘણા સમયથી ટ્વીટર પર બેરોજગારીનો મુદ્દો ટ્રેન્ડ પણ કરવામાં આવતો હતો. ત્યારે સમગ્ર ઘટનાક્રમ બાદ હવે રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ જાહેરાતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે.

જાહેરાત માત્ર જાહેરાત ન બની જાય!: કોંગ્રેસ
રૂપાણી સરકારે રાજ્યમાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાનો નિર્ણય કર્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે સરકારે કરેલી ભરતીની જાહેરાત એ ફક્ત જાહેરાત બનીને ન રહે તે જરૂરી છે. વર્ષ 2015થી સરકારે ભરતીની અનેક જાહેરાતો કરતી આવી છે. ત્યારે આ વખતે ખરા અર્થમાં જાહેરાત પર અમલ કરે તે જરૂરી છે.

સીએમની અધ્યક્ષતામાં અલી હતી બેઠક
ગત રોજ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહીવટી વિભાગ તેમજ શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાનો આદેશ આપ્યો છે.

8 હજાર જગ્યાઓ માટે અપાશે નિમણુંક પત્રો
રાજ્યના યુવાનો માટે રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં જે ભરતી માટેની પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી કુલ 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંક પત્રો તાત્કાલિક આપવાની સરકારે જાહેરાત કરી છે.

આગામી 5 મહિનામાં કરાશે 20 હજાર ભરતી
આગામી 5 મહિનામાં રાજ્યમાં 20 હજારથી વધુ ભરતી કરાશે. જે ભરતીની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરીક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષાઓ લેવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.