ડૉ. રણદીપ ગુલેરીયાનુ નિવેદન, ભારતમાં 2021માં પણ કોરોનાનો કહેર ચાલુ રહે તેવી શક્યતા

દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ ચેતવણી આપી ચે કે, ભારતમાં 2021માં પણ કોરોના વાયરસનો ઉત્પાત યથાવત રહેશે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કેન્દ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે, અમે એવુ નથી કહી રહ્યા કે 2021માં આ મહામારી નહીં હો પણ એટલુ કહી શકાય તેમ છે કે 2021માં કોરોનાની અસર અત્યારે છે તેના કરતા ઘણી ઓછી હશે.

તેમણે કહ્યુ હતુ કે, કોરોનાના કિસ્સાઓમાં ફરી ઉછાળો આવી રહ્યો છે.દેશના કેટલાક હિસ્સાઓણાં કોરોનાની બીજી લહેર હોય તેવુ લાગી રહ્યુ છે.આની પાછળ બે કારણ છે.એક તો કોરોનાનુ ટેસ્ટિંગ વધ્યુ છે અને બીજુ કે લોકો કોરોનાથી બચવા માટે તકેદારી રાખી રહ્યા નથી.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવી શકે છે.ભારતમાં ત્રણ સ્વદેશી કંપનીઓ સહિત ઘણી કંપનીઓ વેક્સિન પર કામ કરી રહી છે પણ વેક્સિન સુરક્ષિત હોય તે જરુરી છે.કેટલાક મહિના હજી વેકિસન બનવામાં લાગી જશે.જો બધુ સમુ સુતરુ પાર ઉતરશે તો આ વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર થઈ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.