ઓવૈસીના આકરા તેવર કહ્યું ,ભારતની જમીન પર ચીનનો કબ્જો છતાં પીએમ મોર સાથે રમત કરવામાં વ્યસ્ત

ચીન સાથે લદ્દાખ સરહદે તનાવની વચ્ચે મોસ્કોમાં ગઈકાલે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી વી ફેંગે વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં રાજનાથસિંહના આકરા તેવર જોવા મળ્યા હતા.

રાજનાથસિંહે ચેતવણી આપી હતી કે, ભારત પોતાની એક પણ ઈંચ જમીન નહીં છોડે.જોકે આ નિવેદન બાદ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર કટાક્ષ કર્યો છે.ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો છે કે, આ બેઠક બાદ ચીનના રક્ષા મંત્રીએ તરત નિવેદન આપ્યુ હતુ અને ભારત સરકાર દ્વારા આઠ કલાક પછી પણ કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યુ નહોતુ.શું પીએમ મોદી પોતાના વૈભવી નિવાસ સ્થાનમાં મોર સાથે રમવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે લદ્દાખમાં ચીને ભારતની1000 ચોરસ કિલોમીટર જમીન પર જમાવેલા કબ્જા અંગે બોલવા માટે સમય નથી.

ઓવૈસીએ રાજનાથસિંહને પણ સવાલ કર્યો છે કે શું તમે 1000 ચોરસ કિલોમીટર જમીન પરથી ચીન પાછુ હટે તેની વાત કરી કે પછી તમે પણ પીએમ ઓફિસની જેમ એવુ કહેવાના છો કે ભારતની જમીન પર કોઈ આવ્યુ જ નથી…દેશ સાચુ જાણવા માંગે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.