કોરોના સંક્રમણના આંકડા હોય કે GDPમાં ઘટાડો, દરેક ખોટી દોડમાં દેશ આગળ છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમણે સોમવારે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર દેશને સંકટમાં તો પહોંચાડી દે છે પરંતુ સમસ્યાના સમાધાનની તેમની પાસે કોઈ યોજના હોતી નથી.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ સરકાર સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવાના બદલે ખોટી દોડમાં સામેલ થઈ જાય છે અને ખોટી રીતે પોતાની સિદ્ધિઓ ગણાવવા લાગે છે. કોરોના મહામારી અને વસ્તુ તથા સેવા કર-જીએસટીમાં પણ તેઓ આ જ કરી રહી છે.

કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને કહ્યુ કે મોદી સરકાર દેશને સંકટમાં પહોંચાડીને સમાધાન શોધવાના બદલે શાહમૃગ બની જાય છે. દરેક ખોટી દોડમાં દેશ આગળ છે, કોરોના સંક્રમણના આંકડા હોય કે જીડીપીમાં ઘટાડો.

આ સાથે જ તેમણે એક સમાચાર પણ પોસ્ટ કર્યા જેમાં લખ્યુ છે કોરોનાની બગડતી પરિસ્થિતિ, કફન માટે લાગી રહી છે કતાર, વેચનાર બોલ્યા, જીવનમાં આવુ પહેલીવાર જોયુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.