Reliance Jio એ પોતાના ગ્રાહકોને 30 મિનિટનો ફ્રી ટોકટાઇમ આપવાનું શરૂ કરી દીધુ છે. Jio એ આ પગલું પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે ઉઠાવ્યુ છે. આ પગલાથી Jio ખાતરી કરવા માંગે છે કે કંપનીએ તાજેતરમાં લીધેલા પગલાની અસર તેના યૂઝર્સ પર ના પડે. કંપનીએ થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે Reliance Jioના ગ્રાહકો બીજા નેટવર્કના ગ્રાહકોને કૉલ કરશે 6 પૈસા પ્રતિ મિનિટ આપવા પડશે.
પેક રિચાર્જ કરાવવા પર 30 મિનિટ ફ્રી ટૉક ટાઇમ:
Reliance Jio એ લીમિટેડ પીરિયડ ઑફર નિર્ણયના 48 કલાકથી ઓછા સમયમાં આવી છે. પોતાના પેક રિચાર્જ કરાવવાળા ગ્રાહકોને મેસેજની મદદથી જાણકારી આપવામાં આવી રહી છે. આ અંગેની જાણકારી રાખનાર વ્યકિતએ જણાવ્યુ કે, ”પહેલી વખત પોતાના ફોનમાં રિચાર્જ કરાવવનારા ગ્રાહકોને 30 મિનિટ સુધી ટૉકટાઇમ મળશે. આ વન-ટાઇમ ઑફર પ્લાનની જાહેરાત પછી પહેલા 7 દિવસો માટે ઉપલબ્ધ હશે.”
ગ્રાહકોને આકર્ષિત કરવામાં લગી છે એરટેલ, વોડાફોન:
Reliance Jio એ 9 ઓક્ટોબરથી તાત્કાલિક પ્રભાવથી ચાર્જની જાહેરાત કરી છે. જિયોએ આ અંગે કોઇ સવાલના જવાબ નથી આપ્યા. બીજા નેટવર્ક પર કૉલના ચાર્જ માટે Reliance Jio ની જાહેરાત પછી એરટેલ અને વોડાફોન આઇડિયાએ ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
તો વોડાફોને ટ્વીટરમાં કહ્યુ કે, ”વોડાફોનથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે કોઈ ચાર્જ નહીં લાગે. તો અમે તમને જે વાયદો કર્યો હતો તે આનંદ માણો. વોડાફોન અનલિમિટેડ પ્લાન્સ પર વાસ્તવમાં ફ્રી કોલ.”
આ સાથે જ એરટેલે પણ એક યૂઝરને રિપ્લાઇ કરતા કહ્યુ કે, ”કંપનીના અનલિમિટેડ પેક્સ કૉલિંગ માટે વાસ્તવમાં અનલિમિટેડ રહેશે. યૂઝર્સ અનલિમિટેડ પેક્સમાં ભારતમાં ક્યાંય પણ ફ્રી લોકલ, STD અને રોમિંગ કોલ્સનો ફાયદા ઉઠાવી શકશે. આ માટે કંપની કોઇ એડિશનલ ચાર્જ નહી લે.”
ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરે આઈયૂસીની જાહેરાત કરી. કંપનીએ કહ્યુ કે, હવે જિયો નેટવર્કથી અલગ અન્ય કોઇ મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા પર તે ગ્રાહકો પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લેશે. આ પછી રિલાયન્સ જિયોએ તેવી પણ જાહેરાત કરી કે તે 10 રૂપિયાની શરૂઆત કિંમતની ટોપ-અપ પેક્સ લોન્ચ કરી રહી છે. જે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે હશે. આ ટોપ-અપ પેક સાથે વધારાનો ડેટા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.