NCB દ્વારા બોલીવૂડના 25 ફિલ્મ સ્ટારોનુ બનાવાયું લિસ્ટ, ફિલ્મ સ્ટાર્સના પગ નીચે આવશે ડ્રગ્સ કૌભાંડનો રેલો

સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના મામલામાં રિયા ચક્રવર્તીની પૂછપરછ બાદ NCB દ્વારા બોલીવૂડના 25 ફિલ્મ સ્ટારોનુ લિસ્ટ બનાવાયુ છે. જેમની પણ પૂછપરછ કરવામાં આવશે. તેમના નામોનો ખુલાસો રિયા પાસેથી મળેલા ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી થયો છે.

રિયા પાસે મળેલા ડિવાઈસ સિવાય કેટલાક નામ રિયા અને તેના ભાઈની પૂછપરછમાંથી અધિકારીઓને જાણવા મળ્યા છે.

સૂત્રોનુ કહેવુ છે કે, બોલીવૂડના સંખ્યાબંધ સ્ટાર્સના ડ્રગ પેડલર સાથેના કનેક્શન બહાર આવવાની શક્યતા છે. આ તમામને બહુ જલદી સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવાય તેવી શક્યતા છે. આ લિસ્ટને હાલમાં તો સિનિયર અધિકારીઓ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યુ છે.

રિયાએ પૂછપરછ દરમિયાન કબૂલ્યુ હતુ કે હું ગાંજા ઉપરાંત બીજા કેટલાક કેમિકલ્સ પણ લેતી હતી. સુશાંતની ફિલ્મોના સેટ પર ડ્રગ્સનો ઉપયોગ થતો હતો.

રિયાએ કેટલીક બોલીવૂડ પાર્ટીઓની પણ જાણકારી આપી છે જેમાં ડ્રગ્સનુ સેવન કરાતુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.