બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લલકાર કર્યો છે. મુંબઈ સ્થિત કંગનાની ઓફિસ પર BMCની કાર્યવાહી પર અભિનેત્રીએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો.
અભિનેત્રીએ વીડિયોમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે? કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડી મારી સાથે બદલો લીધો છે? આજે મારું ઘર તુટ્યું છે, કાલે તારો ઘમંડ તુટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે, હંમેશા એક જેવું નથી રહેતું.
કંગનાએ કહ્યું, મને ખબર હતી કે આ મારી સાથે તો થશે. પરંતુ મારી સાથે થયું છે તેના ઘણાં અર્થ છે અને ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૃરતા અને આ જે આતંક છે સારુ છએ કે આ મારી સાથે થયું કારણ કે તેનો કોઈ અર્થ છે. વીડિયોના અંતમાં કંગનાએ હાથ જોડીને ‘જય હિંદ-જય મહારાષ્ટ્ર’ કહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.