ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડ ખેલાડી યુવરાજ સિંહે 2019માં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે તે ફરીથી મેદાનમાં પરત ફરવા માંગે છે. તેઓ ડોમેસ્ટીક ક્રિકેટરમાં પંજાબ માટે ટી20 રમવા માંગે છે અને આ માટે તેમણે BCCI અધ્યક્ષ સૌરભ ગાંગુલીને પત્ર લખીને મંજુરી પણ માંગી છે.
પંજાબ કિકેટ સંઘ(PCA) સચિવ પુનીત બાલી પહેલા વ્યક્તિ હતા જેમણે યુવરાજ સિંહને પંજાબ ક્રિકેટના ફાયદા માટે સંન્યાસ પરત ખેંચવાનો પ્રસ્તાવ કર્યો હતો. યુવરાજે કહ્યું કે, શરૂઆતમાં હું આ પ્રસ્તાવને સ્વિકારવા વિશે નિશ્ચિત નહોતો. હું ડોમેસ્ટીક ક્રિકેટ રમવાનું બંધ કરી ચુક્યો હતો, જો કે હું દુનિયાભરમાં અન્ય ડોમેસ્ટિક ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાનું યથાવત્ રાખવા માંગતો હતો, જો મને BCCIની મંજુરી મળી જાય.
યુવરાજે કહ્યું કે, તેમનો સંન્યાસમાંથી બહાર આવવાનો નિર્ણય સરળ નથી રહ્યો પરંતુ તેઓ આગળ પંજાબ માટે ટ્રોફિઓ જીતવામાં યોગદાન આપવા માંગે છે. યુવીએ કારણ સ્પષ્ટ કરતા જણાવી દીધું કે તેમનું ભવિષ્યનું પ્લાનિંગ શું છે અને હવે તેમને BCCIની મંજુરીની રાહ છે, જે ઔપચારિકતા માનવામાં આવી રહી છે.
ખરેખર તો યુવરાજને આ પહેલા આવો કોઈ ઈરાદો નહોતો પરંતુ લોકડાઉન દરમિયાન યુવરાજે પંજાબના યુવા ક્રિકેટર અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ અને અનમોલપ્રીસ સિંહ સાથે પીસીએના મોહાલી સ્ટેડિયમમાં ઘણો સમય કામ કર્યું. આ ત્રણેય ક્રિકેટર આઈપીએલની જુદી-જુદી ટીમો સાથે જોડાયેલા છે અને એવામાં યુવરાજે તેમની સાથે ઘણાં લાંબા નેટ સેશન આયોજીત કર્યાં અને આ યુવાનોને આઈપીએલ માટે તૈયાર કરવામાં ઘણી મદદ કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.