પાંચ વર્ષથી સત્તાથી દૂર કૉંગ્રેસમાં (Congress) હાલ કંઇ પણ ઠીક નથી ચાલી રહ્યું. પાર્ટીના નેતાઓની વચ્ચે ગતિરોધ વધી રહ્યો છે. અને પાર્ટીની આર્થિક સ્થિતિ પણ કંઇ ઠીક નથી. આ જ કારણ છે કે પાર્ટીએ તેના પદાધિકારીઓને ખર્ચ પર રોક લગાવાની વાત કરી છે. કૉંગ્રેસ પાર્ટીના એક સુત્રએ જણાવ્યું કે પાર્ટીના એકાઉન્ટ વિભાગે, મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને અન્ય પદાધિકારીઓને કહ્યું કે તે તમામ પોતાના ખર્ચ પર લગામ લગાવે.
ન્યૂઝ એજન્સી આઇએએનએસ મુજબ પાર્ટીના અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે ચા-નાસ્તાના ખર્ચા પર સીમા પ્રતિ મહિને ત્રણ હજાર રૂપિયા રાખવામાં આવી છે. અને જો તેનાથી વધુ ખર્ચો થાય છે તો આ ખર્ચો જે તે વ્યક્તિએ જાતે ભોગવવો પડશે. ઉલ્લેખનીય છે કે પાર્ટી નેતાઓ અને અન્ય પદાધિકારીઓને ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીની કેન્ટીનથી ચા-નાસ્તો આપવામાં આવે છે. અને પદાધિકારીઓએ તેના પર હસ્તાક્ષર આપી તેને પરત કરે છે. અને આ તમામ બિલોની ચૂકવણી એકાઉન્ટ વિભાગ તરફથી કરવામાં આવે છે.
અન્ય એક સુત્રએ નામ જાહેર ન થવાની બાંહેધરી સાથે કહ્યું કે પાર્ટીના નેતાઓને નાની યાત્રાઓ પણ ટ્રેનથી કરવાની કહેવામાં આવ્યું છે. અને યાત્રા દરમિયાન રાતે જો રોકાવાની જરૂર પડે તો હોટલ બુક ન કરાવાની વાત પણ કહેવામાં આવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસની એક રિપોર્ટ મુજબ કૉંગ્રેસને 55.36 કરોડ રૂપિયાનો ચંદો મળ્યો છે. પણ પાર્ટીની સંપત્તિઓમાં 2017-18માં 15 ટકાનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2017માં પાર્ટીની સંપત્તિ 854 કરોડ રૂપિયા હતી. જે હવે 2018માં 754 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.