કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની મારામારી, મધ્યપ્રદેશમાં સર્જાઈ અછત

દેશમાં કોરોનાના વધી રહેલા મામલાઓ વચ્ચે મધ્યપ્રદેશમાં મેડિકલ ઓક્સિજનની અછત સર્જાઈ છે.

મધ્યપ્રદેશ આ ઓક્સિજન માટે છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્ર પર આધારિત છે.બીજી તરફ મહારાષ્ટ્રે મધ્યપ્રદેશને મળતો સપ્લાય રોકી દીધો છે.જેના કારણે રાજ્યમાં અચાનક મેડિકલ ઓક્સિજનની અછત વધી ગઈ છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહે સ્થિતિની સમીક્ષા કરી છે અને આ અંગે મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરે સાથે વાત પણ કરી છે.તેમણે કહ્યુ હતુ કે, મેં ઉધ્ધવ ઠાકરેને આગ્રહ કર્યો છે કે, આ સમયે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવે તે યોગ્ય નથી.તેમણે મને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 150 ટન ઓક્સિજન ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પાસેથી મધ્યપ્રદેશ 20 ટન ઓક્સિજન મંગાતુ હતુ.જોકે હવે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઓક્સિજન ઉત્પાદન કરનાર કંપનીઓને કહ્યુ છે કે, ઉત્પાદનના 80 ટકા સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે અને 20 ટકા જ ઓક્સિજન બીજે ડાયવર્ટ કરી શકાશે.જેના કારણે મધ્યપ્રદેશના 15 જિલ્લા પ્રભાવિત થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.