સંસદીય ઈતિહાસમાં પહેલી વાર સાંસદોએ મોકલ્યા ઓનલાઈન પ્રશ્નો, કામ થશે ડીજીટલ

કોરોના સંકટ વચ્ચે સંસદના ચોમાસા સત્રના આયોજનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચુકી છે. સંક્રમણથી બચવા માટે આ વખતે સંસદ પરિસરમાં ઘણી પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આગામી 14 સપ્ટેમ્બરે સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાનું છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ કહ્યું કે, અમે અંતત: 100% ડિઝિટલ થઈ જઈશું. સંસદના ઈતિહાસમાં દરેક સભ્યોએ ઓનલાઈન માધ્યમથી પોતાના પ્રશ્ન મોકલ્યા છે. અણે અમારું 62% કામ ડિઝિટલ કરી દીધું છે.

તેમણે કહ્યું કે, દરેક સભ્યોના કોરોના રિપોર્ટ કરવામાં આવશે. સાંસદોની હાજરી એક મોબાઈલ એપ દ્વારા નોંધાવામાં આવશે. સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. મહામારી વચ્ચે આ અમારા માટે પડકારરૂપ છે કારણ કે અમે પોતાને તે લોકો માટે સાબિત કરવાના છે જેના પ્રત્યે અમારી જવાબદેહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.