મુકેશ અંબાણી બન્યા દુનિયાના 5માં સૌથી ધનિક વ્યક્તિ, રિલાયંસ બની દેશની 200 અરબ ડોલરની પહેલી કંપની

રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી ગુરુવારે ફોર્બ્સ અનુસાર દુનિયાના 5માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 200 અરબ ડોલરથી વધારે માર્કેટ કેપિટલાઈઝેશન બનનારી પહેલી ભારતીય કંપની બની છે. પહેલીવાર આ અરબપતિની કુલ સંપત્તિ 88.4 અરબ ડોલર થઈ ગઈ છે.

રિલાયંસે દેશના કંપની જગતના ઈતિહાસનો નવો અધ્યાય લખ્યો છે. દેશના શેર બજારોમાં જોરદાર વધારા સાથે આરઆઈએલના શેર ઉંચી છલાંગ લગાવી અને એનએસઈમાં કારોબાર દરમિયાન કાલની તુલનામાં 8.5% વધીને અર્થાત 2344.95 રૂપિયાના રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યો અને કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન 210 અરબ ડોલરને સ્પર્શી ગયું.

ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ અનુસાર આરઆઈએલના શેરમાં 8.5%ની વૃદ્ધી સાથે 2344.95 રૂપિયાના રેકોર્ડ સ્તરને સ્પર્ષ્યા બાદ 10 સપ્ટેમ્બરના રોજ અંબાણીની સંપત્તિ 7.8 અરબ  ડોલર વધીને 88.4 અરબ ડોલર(6.4 લાખ કરોડ રૂપિયા) થઈ છે. રિલાયંય રિટેલમાં ભાગીદારી ખરીદનારી અમેરીકન કંપની સિલ્વર લેકની જાહેરાતથી આરઆઈએલના શેર લાભ વધ્યા. રિલાયંસ જિયો બાદ હવે સિલ્વર લેક 7500 કરોડ રૂપિયામાં રિલાયંસ રિટેલમાં 1.75% ભાગીદારી ખરીદી રહી છે.

આજે શેર બજારમાં કારોબાર શરૂ થતાં જ અંબાણીની આગેવાનીવાળી આરઆઈએલના શેરોએ લાંબી છલાંગ લાગવી અને કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 14.7 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું. બપોરે 2 વાગ્યા સુધી તેમની સંપત્તિ 7.9 અરબ ડોલર વધી ગઈ. આ ઉછાળાના કારણે તેમની કુલ સંપત્તિ હવે 88.4 બિલિયન ડોલર છે. ફોર્બ્સના ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી હવે ટેસ્લા, સ્પેસએક્સ બોસ એલોન મસ્ક અને બર્કશાયર હેથવેના વોરન બફેટથી આગળ નિકળી ગયા છે.

યાદી અનુસાર ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ ચોથા સ્થાન પર છે. જ્યારે અરબપતિ રોકાણકાર બફેટ યાદીમાં છઠ્ઠા સૌથી અમીર છે. મસ્ક 7માં સ્થાને છે. એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ હજી પણ 192.1 અરબ ડોલરની કુલ સંપત્તિ સાથે ટોપ પર છે. જ્યારે 115.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા સૌથી અમીર બર્નાડ અર્નાલ્ટ એન્ડ ફેમિલી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.