અમદાવાદ: તાજેતરમાં પ્રવર્તી મંદી અને તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે એલસીડી, ટીવી અને સ્માર્ટ ટીવીના સ્પેરપાર્ટ ઉપર લાગતા 12 ટકા ડ્યૂટી હટાવી લીધી છે. જેના કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટતાં ગ્રાહકોને ટીવી 15થી 20 ટકા જેટલું સસ્તું મળશે. સરકારનો આ નિર્ણયથી ગ્રાહકો તહેવારોના સમયે સસ્તા બનેલા ટીવીની ખરીદી કરી શકશે.
ભાવમાં 15થી 20 ટકાનો ઘટાડો થશે
કેન્દ્ર સરકારે ઇલેકટ્રોનિક ગુડ્સમાં પ્રવર્તી મંદીને ધ્યાનમાં લઇને ઇલેક્ટ્રોનિક ગુડ્ઝ એલસીડી, 15.9 ઇંચથી મોટા સ્માર્ટ ટીવીમાં વપરાતાં ઓપન સેલ જે આયાત કરવામાં આવે છે. જેના ઉપર સરકારે કસ્ટમ ડ્યૂટી 12 ટકા લેવામાં આવતી હતી તે નાબુદ કરી દીધી છે. હવે સ્પેરપાર્ટ ઉપર કસ્ટમ ડ્યૂટી નહીં લાગતા 12થી 15 ટકા સસ્તા થશે. જેના કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટવાથી એલસીડી અને સ્માર્ટ ટીવીના ભાવમાં 15થી 20 ટકાનો ઘટાડો થશે. એક તરફ ટેકનોલોજીના અપગ્રેડ થવાના કારણે એલસીડીમાંથી લોકો હવે સ્માર્ટ ટીવી તરફ વળી રહ્યાં છે. તહેવારોના સમયે લોકોને સસ્તામાં ટીવી મળતા થશે અને વેપારીઓને પણ તેનો ફાયદો મળશે. જેના કારણે ગ્રાહકોને તહેવારોમાં ફાયદો થશે. આ સ્પેરપાર્ટસના એસેમ્બલ કરતા મોટા ભાગના યુનીટો અમદાવાદની આજુબાજુ પથરાયેલા છે જેઓ આયત કરી એસેમ્બલ કરીને સમગ્ર દેશમાં ટીવી, એલસીડી અને સ્માર્ટ ટીવીનું વેચાણ કરી રહ્યાં છે. જેમને તો ફાયદો થશે સાથે તેઓ ગ્રાહકોને પણ તેનો ફાયદો તહેવાર સમયે આપી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.