હરિયાણામાં કેન્દ્ર સરકારના નવા નિયમોના વિરોધમાં હજારો ખેડૂતો રસ્તા પર, પોલીસ સાથે ઘર્ષણ

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ અધ્યાદેશોને ખેડૂત વિરોધી ગણાવીને ગુરુવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ભારતીય કિસાન સંઘ અને અન્ય ખેડૂતત સંગઠનોએ મળીને કુરુક્ષેત્રના પિપળીમાં હાઇવેને ચક્કા જામ કર્યો હતો. ભારતીય કિસાન સંઘ દ્વારા એવો દાવો પણ કર્યો છે કે પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કર્યો છે.

રસ્તા પર ઉતરેલા આ ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ નવા અધ્યાદેશોનો વિરોધ કરી રહ્યા હતા. આ ત્રણે નવા અધ્યાદેશો ખેડૂતો સાથએ જોડાયેલા થે. કેન્દ્ર સરકારે આ ત્રણે અધ્યાદેશો દ્વારા ખેડૂતોના પાકની ખરીદી સંબંધીન નવા નિયમ બનાવ્યા છે. જેના કારણે ખેડૂતો નારાજ થયા છે.

પહેલા અધ્યાદેશ પ્રમાણે  હવે એપીએમસી માર્કેટ બહાર પણ વેપારીઓ ખેડૂતોના પાકની ખરીદી કરી શકે છે. ત્યારબાદ કેન્દ્રએ હવે બટાકા, દાળ, ડૂંગળી, અનાજ વગેરેને જરુરી ચીજવસ્તુઓના નિયમોમાંથી બહાર કર્યા છે. એટલે કે તેમની સ્ટેક સીમા પણ દૂર કરી છે. આ બંને સિવાય સરકારે કોન્ટ્રેક્ટ ફાર્મિંગની નિતિ પર કામ કરવાની શરુઆત પણ કરી છે.

આ મુદ્દાને લઇને ગુરુવારે ખેડૂતોએ પ્રદર્શન અને નારાબાજી કરી. પોલીસના જણાવ્યા પ્રમાણે સેંકડો ખોડૂતો પિપળી ચોક પર ભેગા થયા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત ત્યાં ઉભેલી ફાયર ફાઇટરની ગાડીઓના કાચ પણ ચોડ્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. બાદમાં 22 જેટલા ખેડૂતો રસ્તા વચ્ચે ધરણા માટે બેસ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.