શિવસેનાના મુખપત્ર સામનામા ભાજપ કંગનાનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરતું હોવાનો આક્ષેપ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રજપૂતોના મત મેળવવા ભાજપ કંગના રનૌતનો રાજકીય ઉપયોગ કરી રહ્યો હોવાનો આક્ષેપ શિવસેનાએ કર્યો હતો.

પોતાના મુખપત્ર સામનાના આજના અંકના સંપાદકીયમાં શિવસેનાએ આ આક્ષેપ કર્યો હતો. શિવસેનાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કંગનાને અફીણના કેફનું વ્યસન છે. એની ઑફિસ ગેરકાયદે હતી માટેજ તોડવામાં આવી હતી. અમે કોર્ટમાં આ હકીકત સાબિત કરી શકીએ એમ છીએ.

સામનાના અન્ય અહેવાલમાં મુંબઇ હાઇકોર્ટની કામગીરીનો વિસ્તૃત ચિતાર આપવામાં આવ્યો હતો. સામનાએ લખ્યું કે જે ગેરકાયદે હતું એજ તોડવામાં આવ્યું હતું. પૂરતી નોટિસ પછી બીએમસીએ કાયદેસર રીતે પગલાં લીધાં હતાં. શિવસેનાને કંગનાની ઑફિસ સાથે કશી લેવાદેવા નથી. આ મામલો કંગના અને બીએમસી વચ્ચેનો હતો.

સામનાએ ભાજપનું નામ લઇને ખુલ્લો આરોપ મૂક્યો હતો કે બિહારમાં ભાજપની સ્થિતિ નબળી હોવાથી બિહારના રજપૂતોના મતો મેળવવા ભાજપ કંગનાનો રાજકીય ઉપયોગ કરી રહ્યો હતો. બાકી ભાજપને મહિલાઓના કલ્યાણ સાથે કશી લેવાદેવા નથી.

અત્રે એ નોંધનીય છે કે કંગના વિશે એલફેલ બોલનારા શિવસેનાના સંજય રાઉત જ સામનાના સંપાદક છે. કેટલાક કાનૂની નિષ્ણાતો માને છે કંગના સામના અને રાઉત સામે બદનામીનો ક્રીમીનલ કેસ કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.