ડુંગળીના ઊંચા ભાવને નિયંત્રિત કરવા સરકારનો મોટો નિર્ણય, નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે સોમવારે દરેક પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. સરકારે આ નિર્ણય દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને ઘરેલું બજારમાં તેની સતત વધી રહેલી કિંમતોને કંટ્રોલમાં કરવા માટે કર્યો છે.

વિદેશ વેપાર મહાનિર્દેશાલય(DGFT) તરફથી જાહેર એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, દરેક પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવે છે. DGFT વાણિજ્ય મંત્રાલયનું એક અંગ છે જે આયાત-નિકાસ સંબંધિત મામલાઓને જુએ છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે આ વખતે ડુંગળીના પાકને ખાસ્સું નુંકસાન થયું છે. તેના લીધે ઘરેલું બજારમાં ડુંગળીની કિંમતો પણ વધી રહી છે. જથ્થાબંધ માર્કેટમાં આઠ ઓગસ્ટ બાદથી ડુંગળીની કિંમત વધી રહી છે.

ભારતે એપ્રિલથી જુન વચ્ચે લગભગ 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી છે. ગત વર્ષે 44 કરોડ ડોલર ડુંગળીની નિકાસ કરી હતી. ભારતમાંથી સૌથી વધારે ડુંગળીની નિકાસ શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને UAEમાં થાય છે.

થોડા દિવસ પહેલાં છૂટક ભાવમાં 15થી 20 રૂપિયે વેચાતી ડુંગળીનો ભાવ 45-50 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. એશિયાના સૌથી મોટી શાકભાજી બજાર દિલ્હીના આઝાદપુર બજારમાં આજે ડુંગળીનો હોલસેલ રેટ 26 થી 37 રૂપિયે કિલો રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, ડુંગળીની કિંમતોમાં ઝડપથી વધારો થવા પાછળનું કારણ ડુંગળીનો પાક ખરાબ થવો છે. વાસ્તવમાં કર્ણાટકમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આ પહેલા સરકારે સપ્ટેમ્બર 2019માં પણ ડુંગળીની નિકાસ પર રોક લગવી હતી. તે સમયે માંગ અને આપુર્તિમાં ઘણું વધારે અંતર આવી જવાના કારણે ડુંગળીની કિંમતો આસમાને આંબી હતી. મહારાષ્ટ્ર જેવા મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિના કારણે ડુંગળીના પાકને ભારે નુંકસાન પહોંચ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.