બિન સચિવાલય પરીક્ષા મુદ્દે રાજ્યમાં હાલ ઘમાસાણ મચી ગયુ છે ત્યારે એક મોટો ખુલાસો સામે આવ્યો છે . પરીક્ષા પહેલા જ સેક્રેટરીની બદલીઓ થઈ હતી. તો શું પરીક્ષા રદ્દ થવા પાછળ આ બદલીઓ જવાબદાર છે?
- પરીક્ષા રદ થયા પહેલા સેક્રેટરી બદલાયા હતા
- 9 ઓક્ટોબરે પરસાણાની થઇ હતી બદલી
- પરીક્ષા રદ થવા પાછળ સેક્રેટરીનું પદ કારણભૂત ?
બિન સચિવાલય પરીક્ષામાં હાલ પરીક્ષાર્થીઓ દિશાહીન સ્થિતિ અનુભવી રહ્યા છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળમાં આંધળે બહેરૂ કુટાવા જેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. દસ લાખ થી વધુ પરીક્ષાર્થીઓ જે પરીક્ષા આપવાના હતા તે 20મી ઓક્ટોબરની પરીક્ષા રદ્દ થતા તેની પાછળના કારણો વિશે તર્ક વિતર્ક કરાઈ રહ્યા છે એવામાં આ એક ખુલાસો સામે આવ્યો છે.
ગૌણ સેવા પસંદગી દ્વારા પરિક્ષા રદ કરવાના મામલે એ મોટો ખુલાસો થઇ રહ્યો છે કે , પરીક્ષા રદ થયા પહેલા સેક્રેટરી બદલાયા હતા. ગૌણ સેવાના સેક્રેટરી પી.ડી.પરસાણાની બદલી થઈ હતી. પી.ડી.પરસાણાની 9 ઓક્ટોબરના રોજ બદલી થઈ હતી.
પી.ડી પરસાણાની જગ્યાએ કોણ આવ્યુ નવુ સેક્રેટરી
બિન સચિવાલયની પરીક્ષા પહેલા જ પીડી પરસાણાની બદલી થઈ હતી. પરીક્ષાની તમામ તૈયારીઓ પી.ડી. પરસાણાએ કરી હતી પરંતુ અચાનક 9 ઓક્ટોબરે તેમની બદલી થઈ ગઈ હતી. તેમની જગ્યાએ ગૌણ સેવાના નવા સેક્રેટરી એચ.આર.મોજી બન્યા છે. આ પરિક્ષાનું તમામ આયોજન પી.ડી. પરસાણાના સમયમાં કરવામાં આવ્યુ હતુ ત્યારે હવે નવા સેક્રેટરી આવતા પરીક્ષા રદ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.