ભારતના શહેરો સ્માર્ટ નહીં ‘ઓવર સ્માર્ટ’, વૈશ્વિક ઈન્ડેક્સમાં ભારત પાછળ ધકેલાયું !

– સિંગાપોર સ્માર્ટેસ્ટ : હૈદરાબાદ, દિલ્હી અને મુંબઈ 85 પછીના ક્રમે

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી સ્માર્ટ સિટીની ઝુંબેશ ચાલે છે. ભારતના શહેરો જોકે કોઈ નવા પડકારને પહોંચી વળવા સક્ષમ નથી. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ સિટી ઈન્ડેક્સમાં ભારતના શહેરો પાછળ ધકેલાયા છે. ઈન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે.

લિસ્ટમાં ભારતનું પ્રથમ શહેર હૈદરાબાદ છે, જે ેછેક 85મા ક્રમે આવ્યું છે. સ્વિત્ઝરલેન્ડની ઈન્સ્ટીટયૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને સિંગાપોર ટેકનોલોજી યુનિવર્સિટી ફોર ડિઝાઈન દ્વારા વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરાયો હતો.

રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ 85મા ક્રમે, દિલ્હી 86મા ક્રમે, મુંબઈ 93મા ક્રમે અને બેંગાલુરૂ 95મા ક્રમે છે. આ બધા શહેરોની ખાસ્સી પડતી થઈ છે. 2019ના ઈન્ડેક્સ પ્રમાણે આ ચારેય શહેરો અનુક્રમે 67, 68, 78 અને 79મા ક્રમે હતા. કોરોના જેવી મહામારીને હેન્ડલ કરવાની ભારતના શહેરોની કોઈ સજ્જતા છે નહીં માટે ક્રમ ગબડયો છે.

આ વખતે જોકે ભારતના શહેરો પાછા પડયા તેનું મૂળ કારણ રોગચાળો જ છે. છતાં પણ રોગચાળો ન હતો ત્યારેય ભારતના શહેરો લિસ્ટમાં ખાસ્સા પાછળ નોંધાયા હતા.  આ ઈન્ડેક્સ વિવિધ પંદર માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પરિવહન, સલામતી, આરોગ્ય, સ્થાનિક સત્તાધિશોની ક્ષમતા, વિકાસની તકો, વગેરે મુદ્દા ધ્યાનમાં લેવાયા હતા.

જગતના કુલ 120 શહેરો પસંદ કરી ત્યાનાં રહેવાસીઓપાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. તેના આધારે ઇન્ડેક્સ તૈયાર થયો હતો.રિપોર્ટમાં કહેવાયું છે કે સ્માર્ટ સિટી તેને કહેવાય જે અણધારી આફત આવે તો તેને પહોંચી વળવા તૈયાર હોય. એ હિસાબે જોઈએ તો ભારતના મહાનગરો તો દર વર્ષે ેઆવનારી આફતોનો સામનો કરવા પણ સક્ષમ નથી.

પ્રથમ દસ શહેરો

1 સિંગાપોર

2 હેલસિંકી (ફિનલેન્ડ)

3 ઝુરીચ (સ્વિત્ઝરલેન્ડ)

4 ઓકલેન્ડ (ન્યુઝિલેન્ડ)

5 ઓસ્લો (નોર્વે)

6 કોપનહેગન (નેધરલેન્ડ)

7 જીનીવા (સ્વિત્ઝરલેન્ડ)

8 તાઈપેઈ (તાઈવાન)

9 આર્મસ્ટડેમ (નેધરલેન્ડ)

10 ન્યૂયોર્ક (અમેરિકા)

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.