કોરોના સામે રશિયાની વેક્સિન સ્પુતનિક ફરી ચર્ચામાં આવી છે.આ વેક્સિન જેમને લગાવાઈ છે તેમનામાં તેની આડઅસર જોવા મળી રહી છે.
રશિયાના આરોગ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ તેની જાણકારી આપતા કહ્યુ હતુ કે, 40000 જેટલા સ્વયંસેવકો પૈકી 300 જેટલાના આ રસી મુકવામાં આવી હતી.આ પૈકી 14 ટકાને નબળાઈ, માંસપેશીઓમાં દુખાવો અને તાવ આવવાની સમસ્યા ઉભી થઈ છે.જોકે બીજા દિવસે આ લક્ષણો ઓછા થઈ ગયા હતા.આવા લક્ષણ દેખાવાનુ પૂર્વાનુમાન વૈજ્ઞાનિકો પહેલા પણ કરી ચુક્યા છે.
સ્વયંસેવકોને 21 દિવસની અંદર બીજો ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે.સ્પુતનિક નામની આ રસીને ગયા મહિને જ રશિયાની સરકારે ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ એક કંપનીએ આ રસીનુ પ્રોડક્શન કરવાના કરાર કરેલા છે.જોકે હજી સુધી ભારતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા તેના ઉત્પાદન માટે લીલી ઝંડી આપવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.