લવ જેહાદની ઘટનાઓ રોકવા યોગી સરકાર લાવશે ધર્માંતરણ વિરોધી કાયદો

 

લવ જિહાદની વધતી જતી ઘટનાઓ રોકવા માટે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે પહેલ કરી છે.

યુપીમાં યોગી સરકાર આવી ઘટનાઓને રોકવા માટે ધર્માંતરણ સામે કાયદો લાગુ કરવા  માટે તૈયારી કરી રહી છે.તાજેતરમાં લવ જિહાદના સંખ્યાબંધ કેસ સામે આવ્યા બાદ સરકાર ચોંકી ઉઠી છે.

સરકારના એક અધિકારીએ કહ્યુ હતુ કે, હાલમાં ધર્માંતરણ સામેના જે પણ કાયદા છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.એ પછી ધર્માંતરણને લઈને યુપી પોતાનો કાયદો બનાવશે.

ઉલ્લેખનીય છે કે, એકલા કાનપુરમાં જ 11 આવા કેસની તપાસ ચાલી રહી છે.આ તમામ કેસમાં યુવતીઓને અંધારામાં રાખીને ધર્માંતરણ કરાવાયુ હતુ.આરએસએસ પણ આ મુદ્દો ઉઠાવી ચુક્યુ છે.આરએસએસ વડા મોહન ભાગવતે લખનૌ યાત્રા દરમિયાન લવ જિહાદ પર ચિંતા વ્યક્ત કરી હતી.

હાલમાં 8 રાજ્યો અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા, મધ્ય્પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડમાં ધર્માંતરણ કાયદો અમલમાં છે.સૌથી પહેલો કાયદો ઓરિસ્સાએ 1968માં બનાવ્યો હતો.યુપી હવે તેમાં સામેલ થનાર 9મુ રાજ્ય બની શકે છે.ધર્માંતરણ વિરોધી કાયદામાં સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી, દગાખોરીથી અથવા લાલચ આપીને ધર્માંતરણ કરાવવા પર રોક લગાવાતી હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.