વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર સવારે મહાબલિપુરમનાં સમુદ્ર કિનારાની સફાઈ કરી. તેઓ લગભગ અડધો કલાક સુધી અહીં સફાઈ કરતા રહ્યાં. આ અવસરે તેમણે સ્વચ્છતા થકી સ્વસ્થતાનો સંદેશો આપ્યો. વડાપ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળમાં પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. તે ખુદ અનેક પ્રસંગોએ સફાઈ કરતા દેખાય છે. શનિવારે તેમનો સ્વચ્છતાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતે બીચ પર પડેલો કચરો ઉપાડી રહ્યાં છે. આ વીડિયો વડાપ્રધાને તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર પણ કર્યો છે. મમલ્લાપુરમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીચ પર મોર્નિંગ વોક માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કચરો જોયો અને તેઓએ પોતે જ તેની સફાઈ શરૂ કરી. આ અંગેને વીડિયો શેર કરતાં વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે ‘આજે સવારે મમલ્લાપુરમ (મહાબલિપુરમ) ના બીચ પર સફાઈ કરી. આ કાર્ય 30 મિનિટ સુધી કરવામાં આવ્યું. મેં એકત્રિત કરેલો કચરો મેં જયરાજને આપ્યો છે કે જે હોટલનો કર્મચારી છે. સંકલ્પ કરો કે અમારી જાહેર સ્થળો સ્વચ્છ રહેશે. આ સુનિશ્ચિત કરો છે કે આપણે સ્વચ્છ અને સ્વસ્થ રહીશું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક બેઠક માટે મહાબલિપુરમ પહોંચ્યા છે. જિનપિંગ બે દિવસીય ભારત પ્રવાસ પર છે. શુક્રવારે સાંજે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. રાત્રિભોજન સમયે બંને નેતાઓએ લગભગ અઢી કલાક સુધી ચર્ચા કરી. બેઠકમાં આતંકવાદ, કટ્ટરવાદ, વેપાર સંતુલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહીં વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને તામિલના પરંપરાગત ડ્રેસ ‘વેષ્ટી’ (ધોતી), સફેદ શર્ટ અને અંગાવસ્ત્રમ પહેરીને આવકાર્યા હતા. આ પછી મોદીએ શીને આ પ્રાચીન શહેરનાં વિશ્વ વિખ્યાત વારસો સમાન ‘અર્જુન તપસ્યા સ્મારક’, ‘નવનીત પિંડ’ (કૃષ્ણા બટર બોલ), ‘પંચ રથ’ અને ‘શોર ટેમ્પલ’ નાં દર્શન કરાવ્યાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.