વાલક ફ્રેન્ચવેલથી વરાછા વોટર વર્ક સુધીની પાણીની લાઈનનું જોડાણ અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે કરવા ઉપરાંત નવા બુસ્ટરની જોડાણની કામગીરી શનિવારે હાથ ધરવામાં આવનાર હોવાથી વરાછા
અને સેન્ટ્રલ ઝોનના ઉતર વિસ્તારમાં શહેરીજનોને રાબેતા મુજબ પાણી નો જથ્થો મળવાની શક્યતા નહિવત્ હોવાથી શહેરીજનોને આગોતરી વ્યવસ્થા કરી લેવા અપીલ કરાઈ છે.
સુરત શહેરમાં વરસાદે વિરામ લેતાં પાલિકા દ્વારા શહેરીજનોને મુશ્કેલ નહિ પડે તે માટે પૂરજોશમાં કામગીરી શરૂ કરાઈ છે. જેમાં વરાછા ખાતે આવેલા વાલક ફ્રેન્ચ વેલથી સરથાણા વોટર વર્કેસ થઈ વરાછા વોટર વર્કેસ સુધી આવતી પાણીની પાઇપલાઇનનું અંદર ગ્રાઉન્ડ ટાંકીમાં જોડાણની સાથે નવા બૂસ્ટર નાખવાની કામગીરી આવતીકાલ શનિવારે સવારે આઠ વાગ્યા થી સાજે છ વાગ્યા હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે પૂર્વ ઝોન(વરાછા) વિસ્તારમાં બપોરના સમયે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે.
આથી પૂર્વ ઝોન ના અશ્વિનીકુમાર, ફુલપાડા, લબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા વિસ્તાર માં બપોરના સમયે આવતો પાણી નો પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. આજ રીતે સેન્ટ્રલ ઝોન ના (ઉતર) વિસ્તારમાં સાંજના સમયે પાણી પુરવઠો અંશતઃ અવરોધાય કે પછી ઓછા પ્રેશર થી કે નહિવત મળવાની શક્યતા રહેલી છે.આથી શહેરીજનો ને તાકીદ કરાઈ છે કે જરૂરિયાત મુજબ પાણી નો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ છે. આ કામગીરી વહેલી પૂર્ણ થશે તો પાણી રાબેતા મુજબ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.