પીએમ ફંડ નેહરૂ-ગાંધી પરિવાર માટે રચાયું હતું : અનુરાગના નિવેદનથી હોબાળો

ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો જેવા ભડકાઉ સુત્રો જાહેરમાં બોલીને વિવાદોમાં આવેલા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના વધુ એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. અનુરાગ ઠાકુરે લોકસભામાં બોલતી વેળાએ આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન વડા પ્રધાન નેહરૂએ પીએમ રીલિફ ફંડની રચના માત્ર ગાંધી અને નેહરૂ પરિવાર માટે કરી હતી. તેને વિદેશથી પણ ફંડ મળતું રહ્યું અને તેની નોંધણી પણ નથી થઇ.

આ નિવેદન બાદ વિપક્ષ વિફર્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી લોકસભાની કાર્યવાહીને એક જ દિવસમાં ચાર વખત સૃથગિત કરવી પડી હતી. લોકસભામાં કોંગ્રેસ અને અન્ય પક્ષના સાંસદોએ અનુરાગ ઠાકુર માફી માગે તેવી માગણી કરી હતી સાથે જ ગોલી મારો મંત્રી રાજીનામુ આપે તેવો સુત્રોચ્ચાર કર્યો હતો.

કોંગ્રેસના નેતા અિધર રંજન ચૌધરીએ કહ્યું હતું કે આ હિમાચલનો છોકરો નેહરૂનું આ પીએમ કેર ફંડ કે પીએમ રીલિફ ફંડના વિવાદમાં નામ જ કેવી રીતે લઇ શકે? શું અમે પીએમ કેર પર સવાલો ઉઠાવ્યા ત્યારે નરેન્દ્ર મોદીનું નામ લીધુ હતું? સાંસદો જ્યારે સુત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે સ્પીકર ઓમ બિરલાએ ચીમકી આપી હતી કે જો માસ્ક પહેર્યા વગર જ આ રીતે સુત્રોચ્ચાર કરશો તો સંસદમાંથીકાઢી મુકવામાં આવશે.

સ્પીકર ઓમ બિરલાની આ ચીમકી બાદ તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ભાજપના સાંસદોને બચાવવાનું કામ સ્પીકર કરી રહ્યા છે. બાદમાં તેમણે સ્પીકરને પડકાર ફેકતા કહ્યું હતું કે તમે ઇચ્છો તો અમને આ સંસદની બહાર ફેકાવી દો પણ અમે ચુપ નહીં બેસીએ અને સરકારની મનમાની નહીં ચાલવા દઇએ.

સ્પીકરે અંતે કાર્યવાહીને સૃથગિત કરી દેવી પડી હતી. જોકે જ્યારે ફરી કાર્યવાહી શરૂ થઇ તો અનુરાગ કાઠુર માફી માગે સુત્રોચ્ચાર થયા હતા. દિવસમાં ચાર વખત કાર્યવાહી સૃથગિત કરવી પડી હતી. અંતે અનુરાગ ઠાકુરે માફી માગવી પડી હતી અને કહ્યું હતું કે મારા શબ્દોથી જો કોઇને દુ:ખ થયું હોય તો હું માફી માગુ છું અને તેને પરત લઉ છું.

બાદમાં રાજનાથસિંહે કમાન સંભાળી હતી અને કહ્યું હતું કે અનુરાગ ઠાકુરે માફી માગી લીધી છે તેથી આ મામલાને અહીં જ પુરો કરી દેવો જોઇએ. કોંગ્રેસના નેતા અિધર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અમે પણ ઇચ્છીએ છીએ કે સંસદની કાર્યવાહી શાંતિથી ચાલે પણ નેહરૂનું અપમાન અને આવા જુઠાણા નહીં ચલાવી લઇએ.

બાદમાં અનુરાગ ઠાકુરે માફી માગી લેતા મામલો શાંત પડયો હતો. અનુરાગ ઠાકુરે કેન્દ્રએ રચેલા પીએમ રીલિફ ફંડનો બચાવ કર્યો હતો તે દરમિયાન દેશમાં વર્ષોથી ચાલી રહેલા પીએમ નેશનલ ડિઝાસ્ફટ ફંડ પર શંકાઓ ઉભી કરી હતી અને નેહરૂ, સોનિયા ગાંધી સહિતના પર આરોપો લગાવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.