ફ્રન્ટલાઇન વોરિયર્સમાં કોરોનાની દહેશત, ડૉકટર-આરોગ્યકર્મીના મૃત્યુ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

કોરોના મહામારીની જંગમાં ઢાલની જેમ ઉભા રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ એટલે તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાં પણ કોરોનાની દહેશત જોવા મળે છે.ત્યારે રાજ્યમાં અત્યારુ સુધી 14 તબીબો-આરોગ્ય કર્મીઓએ  કોરોનાથી મોત થયા છે.

કોરોનાથી ડૉકટર-આરોગ્યકર્મીના મૃત્યુ મામલે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે છે.કોરોનાથી કેટલા ડૉકટર-આરોગ્યકર્મીના મૃત્યુ થયા તેની માહિતી આરોગ્ય મંત્રાલય પાસે જ નથી. શુક્રવારે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં આરોગ્ય પ્રધાને કહ્યુ કે, કેટલા આરોગ્ય કર્મીઓને કોરોના થયો અને મોતને ભેટ્યા તે અંગેનો ડેટા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળના ઈન્સ્યોરન્સના આધારેકેન્દ્ર સરકારે અહેવાલ આપ્યો.

કોરોનાથી તબીબ-આરોગ્યકર્મીના મોત

મહારાષ્ટ્ર

ડોકટર 06

નર્સિંગ સ્ટાફ 03

અન્ય 12

કુલ 21

ગુજરાત

ડોકટર 05

નર્સિંગ સ્ટાફ 06

આશા વર્કર 02

અન્ય 01

કુલ 14

પશ્ચિમ બંગાળ

ડોકટર 04

નર્સિંગ સ્ટાફ 04

આશા વર્કર 02

અન્ય 04

કુલ 14

આંધ્રપ્રદેશ

ડોકટર 05

નર્સિંગ સ્ટાફ 05

આશા વર્કર 01

અન્ય 01

કુલ 12

તમિલનાડુ

ડોકટર 05

નર્સિંગ સ્ટાફ 03

અન્ય 02

કુલ 10

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.