સિંચાઈ માટે 20 વર્ષ સુધી જાતે ખોદી નહેર, આ ઉદ્યોગપતિ હવે ટ્રેક્ટર ભેટ આપશે

20 વર્ષમાં એકલા હાથે પાંચ કિલોમીટર લાંબી નહેર સિંચાઈ માટે ખોદનાર બિહારના ખેડૂત લૌંગી ભુઈયા ચારે તરફ ચર્ચામાં છે.

બિહારમાં પર્વત કોરીને રસ્તો બનાવનાર દશરથ માંજીની જેમ જ લોંગી 20 વર્ષથી સિંચાઈ માટે ખેતરમાં પાણી લાવવા નહેર ખોદવા મથી રહ્યા હતા.તેમણે પાંચ કિલોમીટર લાંબી, ચાર ફૂટ પહોળી અને ત્રણ ફૂટ ઉંડી નહેર ખોદી નાંખી છે.

હવે સોશ્યલ મીડિયા પર તેમનુ પરાક્રમ વાયરલ થયા બાદ લોકો મદદનો હાથ પણ લંબાવી રહ્યા છે.ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમને ટ્રેક્ટર ગિફ્ટમાં આપવાની જાહેરાત કરીને કહ્યુ છે કે, મને આ ટ્રેક્ટર આપવામાં ભારે ગૌરવ મહેસૂસ થશે.

લૌંગી ભુઈયાનુ કહેવુ છે કે, સિંચાઈની સુવિધા હોય તો લોકો સારી રીતે ખેતી કરી શકે છે તે વાત મારા મગજમાં ઘૂમરાતી રહી હતી.જંગલમાં હું રોજ પશુઓને ઘાસ ચરાવવા લઈ જતો હતો ત્યારે એક સ્થળે પાણી પીવા પશુઓ ભેગા થતા હતા.અહીંના પાણીને ખેતર સુધી લઈ જવા માટે નહેર ખોદવાનો વિચાર તે જ વખતે આવ્યો હતો અને બીજા દિવસથી તો હું કોદાળી અ્ને બીજો સરંજામ લઈને નહેર ખોદવા નીકળી પડ્યો હતો.

આજે લૌંગી 65 વર્ષના છે અને 20 વર્ષ સુધી તેમણે જે મહેનત કરી છે તેમાં પરિવારજનોએ પણ તેમને રોક્યા નહોતા.શરુઆતમાં લોકો એકલા હાથે નહેર ખોદવાની વાતથી હસતા હતા પણ આજે તેમના એકલપંડે પુરુષાર્થથી નહેર ખેતરો સુધી પહોંચી ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.