આત્મવિશ્વાસ તમારા અંદર રહેલી એક એવી શક્તિ છે જે ખુદ પર વિશ્વાસ રાખવાનું શિખવે છે.. તમારે તે દર્શાવવાની જરૂર નથી પડતી કે તમારામાં આત્મવિશ્વાસ છે પરંતુ ક્યારેક-ક્યારેક એવું બનતું હોય છે કે આપણને ખુદમાં અપાર સંભાવનાઓ હોવાછતાં પણ ખુદ પર વિશ્વાસ રાખી શકતા નથી. ત્યારે ક્યારેક-ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણે સંઘર્ષના દિવસોમાં આપણે કમજોર પડી જઇએ છીએ, એવામાં તમારે કેટલીક બાબતોને હંમેશા યાદ રાખવી જોઇએ, જેનાથી તમે ખરાબમાં ખરાબ દિવસોમાં પણ અડગ રહીને મુશ્કેલીઓનો સામનો કરી શકો.
બીજાની સાથે ન કરશો ખુદની સરખામણી
યાદ રાખો કે એક ઘરમાં રહેતાં બે લોકોની જીવન યાત્રા એક જેવી નથી હોતી. એવામાં પોતાના સંઘર્ષોને જાતે જ સમજતા જાઓ અને જુઓ કે તમે સમય વીતવાની સાથે કેટલા આગળ વધી રહ્યા છો. સરખામણી કરવા પર હંમેશા એકનું મહત્ત્વ ઘટી જ જાય છે.
પોતાના શરીરનું ધ્યાન રાખો
એક સ્વાસ્થ્યવર્ધક શરીરની સાથે જ તમે કેટલાય ચેલેન્જનો સામનો કરી શકો છો. ફીટ રહેવા પર તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહો છો જ્યારે કેટલાય રોગથી ઘેરાઇ જવા પર તમારું ધ્યાન માત્ર રોગ પર કેન્દ્રિત થતું જાય છે એટલા માટે પોતાના શરીરનું ધ્યાન રાખો, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે.
પોતાની ભૂલમાંથી શીખો અને તેને પોતાના પર હાવી ન થવા દો
ભૂલ બધાથી થાય છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે પોતાની ભૂલમાંથી શીખો ન કે તેને પોતાની પર હાવી થવા દેશો. તમે હંમેશા પોતાની ભૂલો વિશે વિચારશો તો તમારો આત્મવિશ્વાસ ડગમગવા લાગશે.
વીતેલા ખરાબ દિવસોને યાદ કરો
કોઇ પણ વ્યક્તિ પોતાના વીતી ગયેલા ખરાબ સમયને યાદ કરવા નથી માંગતું પરંતુ જ્યારે પણ તમારો આત્મવિશ્વાસ ડગમગે ત્યારે તમે તમારા ખરાબ દિવસોને યાદ કરો કે તમે કેવી રીતે તે દિવસોમાંથી નિકળીને દરેક દિવસને ખુશીથી જીવ્યા છો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
પોતાની પ્રશંસા અથવા ટીકાને ગંભીરતાથી ન લેશો
માનવ સ્વભાવ છે આપણને આપણી પ્રશંસા સાંભળવી ગમે છે પરંતુ પ્રશંસા પાછળના કારણોને સમજવા ખૂબ જ જરૂરી છે. પોતાનું મૂલ્યાંકન કરો કે તમારામાં શું પ્રતિભા છે. કોઇની પ્રશંસા અથવા ટીકાને મન પર હાવી ન થવા દેશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.