કંગનાની અરજી કાનૂની ખર્ચ અને દંડ સાથે ફગાવી દો, BMCએ નવી એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી

ટોચની અભિનેત્રી કંગના રનૌતે મુંબઇ મ્યુનિસિપાલિટી દ્વારા પોતાની ઑફિસ તોડી પડાઇ એ સામે હાઇકોર્ટમાં કરેલી અરજી કોર્ટે કાનૂની ખર્ચ અને દંડ સાથે ફગાવી દેવી એવી માગણી મુંબઇ મ્યુનિસિપાલિટી (બીએમસી)એ શુક્રવારે કોર્ટમા્ં રજૂ કરી હતી.

કંગનાના બંગલા કમ ઑફિસમાં ગેરકાયદે બાંધકામને બીએમસીએ તોડી પાડ્યું એને પડકારતી અરજીમાં કંગનાએ બે કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી. બીએમસીએ કોર્ટમાં રજૂ કરેલી નવી એફિડેવિટમા એવી વિનંતી કરવામાં આવી હતી કે કંગનાની અરજી કોર્ટે ફગાવી દેવી જોઇએ અને કંગના પાસે દંડ તેમજ બીએમસીને થયેલો કાનૂની ખર્ચ વસૂલ કરવો જોઇએ. બીએમસીએ એવો દાવો કર્યો હતો કે કંગનાની અરજી કાયદાની સગવડનો દુરુપયોગ સમાન હતી.

નવમી સપ્ટેંબરે બીએમસીએ કંગનાના બંગલા કમ ઑફિસમાં કહેવાતું ગેરકાયદે બાંધકામ કંગનાની ગેરહાજરીમાં તોડી પાડ્યું હતું. કંગનાએ એ વિશે મિડિયામાં હો હા કરી મૂકી હતી. કંગના ચંડીગઢથી મુંબઇ આવવા વિમાનમાં બેઠી એ દરમિયાન બીએમસી જેસીબી મશીન સાથે કંગનાના પાલી હિલ વાંદરા ખાતેના બંગલા પર ત્રાટકી હતી અને ધ઼ડાધડ કેટલોક હિસ્સો તોડી પાડ્યો હતો. જો કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના એક ભાગીદાર પક્ષ એનસીપીના શરદ પવારે બીએમસીના આ પગલાને માન્ય રાખ્યું નહોતું.

બીએમસીના નવમી સપ્ટેંબરના પગલાને કંગનાએ 15 સપ્ટેંબરે કોર્ટમાં પડકાર્યું હતું અને બે કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.