રાજ્યસભામાં કૃષિ બિલ રજૂ: નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ, ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે

વિપક્ષના વિરોધ વચ્ચે આજે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં ખેડૂત અને કૃષિ સાથે જોડાયેલા બિલને પાસ કરાવવાનો પ્રયત્ન કરી શકે છે. આ વચ્ચે કોંગ્રેસ અને ભાજપે રાજ્યસભાના પોતાના તમામ સાંસદોને સદનમાં હાજર રહેવા માટે કહ્યુ છે.

રાજ્યસભામાં એનડીએનો બહુમત નથી. આ સાથે એનડીએનો ભાગ શિરોમણિ અકાલી દળ પણ આ બિલ વિરૂદ્ધ છે. કોંગ્રેસ બીજા બિન એનડીએ દળની સાથે સંપર્ક કરી રહી છે. પાર્ટી ચર્ચા દરમિયાન આ બિલને સલેક્ટ કમિટીને મોકલવાની માગ કરશે.

કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી આ બિલનો વિરોધ કરે છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું માનવુ છે કે આ બિલ તેમના આત્મા પર હુમલો છે. આ બિલ પર સંમતિ ખેડૂતોના ડેથ વોરન્ટ પર હસ્તાક્ષર કરવા જેવુ છે. ખેડૂત એપીએમસી અને એમએસપીમાં પરિવર્તન વિરૂદ્ધ છે.

કૃષિ બિલ રાજ્યસભામાં રજૂ

ખેડૂત વેપાર અને વાણિજ્ય બિલ, 2020 અને કૃષક કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ 2020 રાજ્યસભામાં રજૂ થઈ ગયુ છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ છે કે આ બિલ ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર છે.

ખેડૂતોનો પોતાનો પાક કોઈ પણ સ્થળથી કોઈ પણ સ્થળ પર ઈચ્છિત કિંમત પર વેચવાની સ્વતંત્રતા હશે. તેમણે કહ્યુ કે બિલ વિશે કેટલાક પ્રકારની ધારણાઓ બનાવવામાં આવી છે. આ બિલ એમએસપી સાથે સંબંધિત નથી. વડાપ્રધાને પણ કહ્યુ છે કે એમએસપી જારી છે અને આગળ પણ જારી રહેશે. આ બિલના માધ્યમથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે.

સાંસદ કે કે રાગેશે કહ્યુ કે આ કૉર્પોરેટ્સ માટે પેકેજ છે. તેમણે કહ્યુ કે કૃષિ રાજ્યનો વિષય છે અને રાજ્યો પાસેથી અધિકાર છીનવવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.