ચીનના ધમપછાડાનુ કારણ, સરહદ પરના 6 ઉંચા શિખરો ભારતીય સેનાના કબ્જામાં

પૂર્વી લદ્દાખમાં ભારતે ચીનને આપેલા ઝાટકા બાદ ડ્રેગન રઘવાયુ થયુ છે.ચીનના રઘવાયા થવાનુ એક કારણ એ છે કે, પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર 6 શિખરો પર ભારતની સેનાએ કબ્જો જમાવી દીધો છે.

આ જ વિસ્તારમાં ચીનની સેના પહોંચવા માંગતી હતી પણ ભારતે ચતુરાઈ વાપરીને 29 ઓગસ્ટે થી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે ચૂપચાપ છ મોટા શિખરો પોતાના કબ્જામાં કરી લીધા હતા.જેમાં મગર હિલ, ગુરંગ હિલ, રેચિન લા, રેજાંગ લા, મોખપરી અને ફિંગર ચાર પાસેના શિખનો સમાવેશ થાય છે.આ જગ્યાઓ ખાલી પડી હતી અને ચીનના સૈનિકો તેના પર ચઢાઈ કરવાની ફિરાકમાં હતા.જોકે ભારતીય સેનાએ તે પહેલા જ આ શિખરો પર પોતાનુ વર્ચસ્વ સ્થાપી દીધુ છે.જેના કારણે ચીનની હતાશા દેખાઈ રહી છે અને 1975 બાદ પહેલી વખત બંને દેશોની સેનાઓ વચ્ચે ફાયરિંગની ઘટના પણ બની છે.

એ પછી ચીને રેઝાંગ લા અને રેચિન લા પાસે બીજા 3000 જવાનો તૈનાત કર્યા છે.ચીની સેનાએ ઈન્ફ્રેંટી અને આર્મડ યુનિટસના જવાનોને આ વિસ્તારમાં મોકલ્યા છે.ચીને પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવા માંડ્યો છે

ચીન સાથેની વાતચીતમાં કોઈ ખાસ પ્રગતિ નથી થઈ.ભારતીય સેના હવે ચીનની ઘૂસણખોરી સામે એલર્ટ છે.જેના કારણે ચીનના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે.સરહદ પરની સ્થિતિનુ સતત મોનિટરિંગ કરાઈ રહ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.