પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે વિપક્ષની રેલીમાં દેશના રાજકારણ પર કબજો જમાવનારા લશ્કર સામે મોરચો ખોલ્યો. લંડનમાં સારવાર લઈ રહેલા નવાઝ શરીફે વિડીયો કોન્ફરિન્સગ દ્વારા વિપક્ષની સંયુક્ત રેલીને સંબોધન કરતાં કહ્યું કે તેમનો મુકાબલો ઈમરાન ખાન સાથે નહીં, પરંતુ તેમને સત્તા પર બેસાડનારા લોકો સાથે છે. ઈમરાન ખાનને જીતાડવા માટે ચૂંટણીમાં ધાંધલધમાલ કરવાના આરોપનો પણ તેમણે પુનરોચ્ચાર કર્યો. નોંધપાત્ર વાત એ છે કે ઇમરાન ખાન પાકિસ્તાન આર્મીના કઠપૂતળી તરીકે ઓળખાય છે.
નવાઝ શરીફે કહ્યું કે, “જો પરિવર્તન લાવવામાં નહીં આવે તો દેશનું એવું નુકસાન થશે જે ભરપાઇ કરી શકાશે નહીં.” સેના સરકારી સિસ્ટમથી દૂર રહે તે ખૂબ મહત્વનું છે. આપણા બંધારણ અને કાયદ-એ-આઝમનાં ભાષણ મુજબ, સેનાએ લોકોની પસંદગીમાં દખલ ન કરવી જોઈએ. આપણે આ દેશને પોતાની અને દુનિયાની નજરમાં મજાક બનાવી દીધો છે.”
નવાઝ શરીફે કહ્યું કે, અમારો મુકાબલો ઇમરાન ખાન સાથે નથી, મેં ચૂંટણી પહેલા કહ્યું હતું અને આજે પણ કહું છું, અમારો સંઘર્ષ ઇમરાન ખાનને લાવનારા વિરૂધ્ધ છે, જેમણે ચૂંટણીમાં એવી ગેરરીતી આચરી કે તેમનો ગમતો માણસ સત્તા પર આવી શકે, તેમણે દેશને બરબાદ કર્યો છે.”
મંચ માટે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીનો આભાર માનતા નવાઝ શરીફે કહ્યું કે હું દેશમાં નથી પણ મને ખબર છે કે દેશ અને લોકો કેવી સ્થિતીમાં છે. મને લાગે છે કે આ નિર્ણાયક ઘડી છે. લોકશાહીને બચાવવું જરૂરી છે અને તે માટે નિડરતાથી નિર્ણય લેવો જરૂરી છે. જો આપણે આજે પગલાં નહીં ભરીએ, તો પછી ક્યારે લઈશું. હું મૌલાના ફઝલુર રહેમાન સાથે સંમત છું કે આપણે આ કોન્ફરન્સને હેતુપૂર્ણ બનાવવી પડશે, નહીં તો લોકો નિરાશ થશે.
પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ એક વર્ષના વિરામ બાદ દેશનાં રાજકારણમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)નાં પ્રમુખ, શરીફ (70) ને ગયા વર્ષે લાહોર હાઈકોર્ટે સારવાર માટે ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપ્યા પછી નવેમ્બરથી લંડનમાં રહેતા હતા. ત્રણ વાર પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચુકેલા શરીફ, તેમની પુત્રી મરિયમ અને જમાઈ મોહમ્મદ સફદરને 6 જુલાઇ, 2018નાં રોજ એવનફિલ્ડ પ્રોપર્ટી કેસમાં દોષી ઠેરાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.