એક રોબોટે ડોક્ટરોની ટીમ સાથે મળીને કેન્સર દર્દની સર્જરી કરી,કોઇ દર્દીની આ પ્રકારે આવી સૌપ્રથમ સર્જરી છે, રિપોર્ટનાં જણાવ્યા મુજબ આ અનોખા પ્રયોગના કારણે દર્દીઓનાં રિકવરી ટાઇમમાં એક તૃતિયાંશનો ઘટાડો થયો છે.
બ્રિટનનાં રાષ્ટ્રિય આરોગ્ય સેવાનાં નોરફોડ એન્ડ નોરવિચ યુનિવર્સિટીનાં ડોક્ટરોને નિર્ણય કર્યો હતો કે સર્જરીનાં ત્રણેય સ્ટેજ એક સાથે જ પુરા થઇ જશે, એટલા માટે ડોક્ટરોની ત્રણ ટીમ અને રોબોટે એક સમયે સર્જરીની પ્રક્રિયા શરૂ કરી.
એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ડોક્ટરોએ એડવાન્સ્ડ રેક્ટલ કેંન્સર સામે ઝઝુમી રહેલા 53 વર્ષનાં એક દર્દીની સર્જરીનાં કામમાં રોબોટને લગાવવામાં આવ્યો હતો તેનું નામ Da Vinci Si છે.
રોબોટનાં ચારેય હાથમાં સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, અને તેને ડોકટરોએ જોયસ્ટિક અને થ્રીડી સ્ક્રિન દ્રારા કન્ટ્રોલ કર્યો, આ રોબોટની કિંમત 9.5 કરોડ રૂપિયા છે.
આ સર્જરી જુલાઇ મહિનામાં કરવામાં આવી પરંતું તેની સાથે સંકળાયેલી માહિતી હવે બહાર આવી છે, સર્જરીમાં કુલ 14 ડોક્ટરોએ ભાગ લીધો હતો, નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રયોગથી આગામી દિવસોમાં ઘણી સર્જરનોને એક સાથે ઓપરેશન કરવાનો માર્ગ ખુલી જશે.
આ પહેલા એડવાન્સ્ડ રેક્ટલ કેન્સરની જટીલ સર્જરી અલગ-અલગ શિફ્ટમાં થતી હતી, એક ટીમે સાથે કામ કર્યા બાદ બીજી ટીમ દર્દીની સર્જરીમાં લાગી જતી હતી, જેમાં 12 કલાક જેટલો સમય લાગતો હતો.
પરંતું આ વખતે 10 કલાક સર્જરી થઇ ગઇ, દર્દીઓનાં રિકવરી ટાઇમમાં પણ ઘટાડો થયો છે, આ પહેલા દર્દીઓને 21 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવાનું થતું હતું, પરંતું આ વખતે માત્ર 7 દિવસમાં જ તે રિકવર થઇ ગયા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.