મોડી સાંજે ઉકાઇના 9 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડાયું

ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવાથી શહેરીજનોને પૂરના હાઉથી બચાવવા માટે ડેમ સત્તાધીશોએ ફરી એકવાર મથામણ શરૃ કરી દીધી છે. ગીરના અને હથનુર ડેમમાંથી 1 લાખ કયુસેક પાણીની આવક સાથે જ 24 કલાકના વરસાદને ધ્યાનમાં રાખીને શનિવારે રાત્રીના 8 કલાક પાણી છોડયા બાદ બંઘ કરી દઇ સવારે ફરીથી દરવાજા ખોલીને મોડી સાંજે 9 દરવાજા ખોલીને ઉકાઇ ડેમમાંથી 1 લાખ કયુસેક પાણી છોડતા જ હેઠવાસનું તંત્ર સાબદુ થઇ ગયુ છે.

 

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં નંદરબારદહીગાવભૂસાવલ,માં દોઢ ઇંચ સહિત 21 રેઇનગેજ સ્ટેશનમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે જ ગીરના ડેમમાંથી 75,000 કયુસેકહથનુર ડેમમાંથી 25,000 કયુસેક પાણી છોડાઇ રહ્યું હતું. આમ 1 લાખ કયુસેક પાણીની આવકની સાથે જ વરસાદનું પાણી ભેગું થતું હોવાથી ઉકાઇ ડેમમાં પાણીનો મોટો જથ્થો આવવાની શકયતાઓ હતી. સાથે જ ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલ 345 થી દોઢ ફૂટ જ છેટી હોવાથી સત્તાધીશોએ સપાટી નીચી લઇ જવા માટે નિર્ણય બદલ્યા હતા. શનિવારની રાત્રીના 12 વાગ્યાથી રવિવારે સવારે 8 વાગ્યા સુધી ડેમના દરવાજા ખોલીને 39,000 કયુસેક પાણી છોડયા બાદ બંધ કરી દઇને ફરીથી 11 વાગ્યાથી ડેમના દરવાજા ખોલીને 50,000 કયુસેક કરી દેવાયા બાદ મોડી સાંજે  ફરી નિર્ણય બદલીને એક દરવાજો સાડા ત્રણ ફૂટ અને આઠ દરવાજા પાંચ ફૂટ સુધીના ખોલીને કુલ 9 દરવાજામાંથી 1 લાખ કયુસેક પાણી છોડવાનું આરંભીને ઉકાઇ ડેમની સપાટી નીચી લઇ જવાની મથામણ શરૃ કરી છે. મોડી સાંજે 7 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 343.52 ફૂટઇનફલો 82,000 કયુસેક અને આઉટફલો 1 લાખ કયુસેક નોંધાયો હતો. આ પાણીની આવક સુરત સ્થિત તાપી નદીમાં આવનાર હોવાથી સુરતનું તંત્ર એલર્ટ થઇ ગયુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.