ખાણીપીણી માટે જાણીતા સુરતમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડરના ટેસ્ટ શરૂ કરાયા

ખાણીપીણી માટે જાણીતા સુરત શહેરમાં હવે ખાણી-પીણીનો વેચાણ કરનાર રાજ કોરોનાના સુપર સ્પ્રેડર્સ બની રહ્યા છે. લોકો સાથે સીધા સંકળાયેલા સ્ટ્રીટ ફૂડ વેન્ડરના કોરોના ટેસ્ટિંગની શરૂઆત મહાનગરપાલિકાએ શરૂ કરી છે. આજે દિવસ દરમિયાન વિવિધ રસ્તાઓ પર ખાણીપીણી નું વેચાણ કરનારા લોકોના ટેસ્ટ કરાયા હતા.

સુરતમાં સ્ટ્રીટ ફૂડનો ટ્રેન્ડ અન્ય શહેરો કરતાં વધુ જોવા મળે છે. હાલ અનલૉકમાં સુરતની અને ખાણીપીણીની લારીઓ પર ભારે ભીડ થઈ રહી છે. આ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી વધી રહ્યું છે. વધતુ સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગર પાલિકાએ સ્ટ્રીટ ફૂડ વેન્ડર સુપર સ્પ્રેડર્સ છે કે નહીં? તેની ચકાસણી શરૂ કરી છે.

સુરતના જાહેર માર્ગો તથા અન્ય જગ્યાએ ખાણીપીણીનું વેચાણ કરનારા લોકો માં ટેસ્ટિંગ કરવા માટે મોબાઈલ વાન સ્થળ પર પહોંચી હતી. ખાણીપીણીનું વેચાણ કરનારા લોકોને ટેસ્ટિંગ કરાયા હતા. જે જગ્યાએ લોકો પોઝિટિવ આવ્યા તે લારીઓ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા લોકો સાથે સીધા સંકળાયેલા અને વ્યવસાય કરતા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.