મોટાભાગે તમે સાંભળ્યું જ હશે કે સ્ટ્રેસ લેવાથી વ્યક્તિનો સ્વભાવ ચિડચિડિયો થઇ જાય છે, તેન કોઇની સાથે વાત કરવાનું મન નથી થતું, તેનો સ્વભાવ એટલો બદલાઇ જાય છે કે તે પોતાના પરિવાર અને દોસ્તો સાથે પણ સરખી રીતે વાત નથી કરી શકતો. પરંતુ તેમછતાં લાઇફમાં થોડોક સ્ટ્રેસ હોવો જરૂરી હોય છે. જાણો, કેટલીક એવી બાબતો વિશે જેનો સ્ટ્રેસ લેવાથી લાઇફ કૂલ બની શકે છે.
સવારે વહેલાં ઉઠવું :
સામાન્ય રીતે લોકોને સવારે વહેલાં ઉઠવું ખૂબ જ તણાવપૂર્ણ લાગે છે. જો તમે પણ આ સવારે વહેલા ન ઉઠવાની યાદીમાં સામેલ છો તો આ તણાવ લેવાની આદત પાડી દો. જરા વિચારો, સવારે વહેલા ઉઠવાથી તમે તમારા આખા દિવસને વ્યવસ્થિત રીતે પસાર કરી શકો છો. આમ કરવાથી તમારા બધા જરૂરી કામ સમયસર પૂરા થશે અને તમે વગર કામના તણાવથી પણ બચી જશો.
એક્સરસાઇઝ કરવાનું ન ભૂલશો
જો તમે સવારે વહેલાં ઉઠીને એક્સરસાઇઝ અથવા મેડિટેશન કરો છો તો તમારું શારીરિક સ્વાસ્થ્ય તો ઠીક રહે જ છે પરંતુ તમે માનસિક રીતે પણ સારું ફીલ કરશો. પોતાની જાતને પૉઝિટિવ બનાવી રાખવા માટે દરરોજ એક્સરસાઇઝ કરો.
સફાઇ કરવી
પોતાની સાથે પોતાની આસપાસની જગ્યાઓને પણ સાફ રાખો. ગંદું ઘર અથવા અવ્યવસ્થિત પડેલી વસ્તુઓ વ્યક્તિને ડિપ્રેશનમાં નાંખી શકે છે. ભલે શરૂઆતમાં તમને આ કામ થોડુક તણાવપૂર્ણ લાગી શકે છે પરંતુ સ્વચ્છ વાતાવરણ સકારાત્મક વિચારને જન્મ આપે છે અને તમે તણાવથી દૂર રહો છો.
વાંચવું
કહેવત છે કે પુસ્તક તમારું સૌથી સારો મિત્ર હોય છે. પોતાની જાતને તણાવથી દૂર રાખવા માટે સારી પુસ્તક વાંચવા માટે થોડોક સમય નિકાળો. ભલે તમને આ કામ થોડુક તણાવપૂર્ણ લાગે પરંતુ પુસ્તક વાંચવાનો શોખ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સ્ટ્રેસ લેવાથી ન માત્ર તમારા જુદા-જુદા વિષયો પ્રત્યે તમારી જાણકારીઓ વધે છે પરંતુ તમારા વિચારોની મર્યાદામાં પણ વધારો થાય છે.
રસોઇ કરવી
એક સારું પૌષ્ટિક જમવાનું ન માત્ર તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે પરંતુ તમારા સ્ટ્રેસને પણ દૂર રાખવામાં મદદ કરે છે. એટલા માટે રસોઇ કરવાના સ્ટ્રેસને તમારા રોજીંદા જીવનમાં સામેલ કરીને તેને તમારી હૉબી બનાઓ અને પોતાની જાતને સ્ટ્રેસ અને બીમારીઓથી દૂર રાખો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.