લીમડાંનાં પાંદડાં કેન્સરથી લઇને ડાયાબિટીસ જેવી બીમારીમાં મદદરૂપ થાય છે

લીમડાનાં પાંદડાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. લિવર અને હૃદયને સ્વસ્થ રાખે છે અને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. લીમડો એક એવું વૃક્ષ છે જેની છાલ, પાંદડાંઓ, ડાળીઓ, લાકડી એમ બધા ભાગ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને લીમડાનાં પાંદડાંઓમાં ઔષધિય ગુણ હોય છે. દરરોજ સવારે ઉઠીને 5-6 લીમડાનાં પાંદડાં ખાલી પેટ ખાવા તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે તમને કેટલીય ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. જાણો તેના ફાયદાઓ વિશે…

કેન્સરથી બચાવ

કેન્સર આ સમયમાં વિશ્વની મોટી બીમારીઓમાંથી એક છે, જેના કારણે દર વર્ષે કરોડો લોકો મૃત્યુ પામે છે. લીમડાંનાં પાંદડાંમાં વિશેષ એન્ટીઑક્સીડેન્ટ્સ હોય છે, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતાં અટકાવે છે. એટલા માટે દરરોજ સવારે લીમડાના 4-5 લીમડાના પાંદડાં ચાવી લેવાથી તમે કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓથી બચી શકો છો.

ઇમ્યૂનિટી વધારે

ઇમ્યૂનિટી વધારવા માટે તમારે ખૂબ જ મોંઘી દવાઓ અથવા સપ્લીમેન્ટસ લેવાની કોઇ જરૂર નથી. તમે દરરોજ સવારે ઉઠીને લીમડાંના તાજાં પાંદડાં તોડીને ખાઇ લો, તેનાથી તમારું ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થઇ શકશે.

ડાયાબિટીસમાં બચાવ

સવાર-સવારમાં ખાલી પેટ લીમડાના પાંદડાં ચાવવાથી તમારા શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમે સ્વસ્થ રહો છો. એટલા માટે જો તમે પહેલાથી ડાયાબિટીસનો શિકાર છો તો તમે શુગર કંટ્રોલ કરવામાં લીમડાંનાં પાંદડાં તમારી મદદ કરે છે અને જો તમને ડાયાબિટીસ નથી તો ભવિષ્યમાં તેના થવાની શક્યતા ઓછી થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાંના પાંદડાંનો જ્યૂસ પીઓ, તો તેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ત્વચાની ચમક વધારે

લોહીમાં રહેલી અશુદ્ધિઓ જ તમારા ચહેરાને નીરસ અને ખરાબ દેખાવા માટેનું કારણ હોય છે. જ્યારે તમારા શરીરમાંથી ટૉક્સિન્સ ઓછું થવા લાગે છે ત્યારે ત્વચાની ચમક વધવા લાગે છે. આ રીતે લીમડાંના પાંદડાંને તમે નેચરલ બ્યૂટી ટૉનિકની જેમ પણ કામ કરે છે. ત્વચા પર ડાઘ-ધબ્બા અને ખીલની સમસ્યા હોય અથવા કોઇ પ્રકારનો ચામડીનો રોગ, સ્કિન ઇન્ફેક્શન વગેરે લીમડાંનાં પાંદડાંને ક્રશ કરીને લગાવવાથી તમારી સમસ્યાઓ ઠીક થઇ જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.