ભારતમાં એક વર્ષમાં અંદાજે અઢી કરોડ વપરાશકારો વધ્યા : 72 કરોડ વાયરલેસ નેટ વાપરે છે

ભારતમાં માર્ચ-2020ના અંત સુધીમાં ઈન્ટરનેટ વપરાશ કરનારાઓની સંખ્યા 74.31 કરોડ નોંધાઈ હતી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. એક વર્ષ પહેલા માર્ચ-2019માં દેશમાં નેટ વપરાશકારોની સંખ્યા 71.87 કરોડ હતી. એટલે વપરાશકારોમાં 2.44 કરોડનો વધારો થયો છે.

ઈન્ટરનેટ વપરાશકારોમાં 72.02 કરોડ વાયરલેસ કનેક્શન વાપરે છે, જ્યારે સવા બે કરોડ જેટલા વપરાશકર્તાઓ વાયર સાથેનું ઈન્ટરનેટ કનેક્શન ધરાવે છે. ભારતમાં સૌથી વધુ 52.3 ટકા માર્કેટ શેર રિલાયન્સ જિયોનો છે. એ પછી 23.6 ટકા સાથે ભારતી-એરટેલ અને 18.7 ટકા વપરાશકારો વોડાફોન-આઇડિયાના ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

વાયર્ડ કનેક્શન વાપરનારા સવા બે કરોડમાંથી 1.12 કરોડ વપરાશકારો સાથે બીએસએનએલનો હિસ્સો 50.3 ટકા છે. એ પછી બીજા ક્રમે ભારતી એરટેલના 24.7 લાખ યુઝર્સ નોંધાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.