સુશાંત કેસમાં રિયા ચક્રવતીની જ્યુડિશયલ કસ્ટડી 6 ઓક્ટોબર સુધી લંબાવાઈ, હજી જેલમાં જ રહેશે

બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી 6 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે.આમ રિયાને ઓછામાં ઓછુ 6 ઓક્ટોબર સુધઓી તો જેલમાં રહેવુ જ પડશે.

નાર્કોટિક્સના ગુના માટેની વિશેષ કોર્ટે આ કસ્ટડી વધારવાનો આજે હુકમ કર્યો હતો.રિયા અને તેના ભાઈએ મુંબઈ હાઈકોર્ટમાં પણ જામીન અરજી મુકી છે.જેના પર કાલે સુનાવણી થશે.આ પહેલા 11 સપ્ટેમ્બરે તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

ડ્રગ્સના મામલાની તપાસ કરી રહેલી એનસીબીની એક ટીમે રિયાની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.એ પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી.આ મામલામાં જો તે દોષી પૂરવાર થશે તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.