કોરોના સંકટ દરમિયાન સંસદનું ચોમાસું સત્ર સતત ચાલુ છે. રાજ્યસભામાં હોબાળો ચાલી રહ્યો છે, પરંતુ લેખિત પ્રશ્નો અને જવાબો પણ થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી છે કે 2015 થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 58 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે.
કોરોના સંકટ દરમિયાન સંસદનું ચોમાસું સત્ર સતત ચાલુ છે. રાજ્યસભામાં હોબાળો ચાલી રહ્યો છે, પરંતુ લેખિત પ્રશ્નો અને જવાબો પણ થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી છે કે 2015 થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 58 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે.
આ જવાબ વિદેશ મંત્રાલયે એક સાંસદના સવાલ પર આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2015થી પીએમ મોદીની મુલાકાત પાછળ કુલ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
પીએમ મોદીની આ મુલાકાતો દરમિયાન, ભારતે ઘણા દેશો સાથે વિવિધ સેક્ટરમાં કરારો કર્યા. આમાં વેપાર, રોકાણ, સંરક્ષણ સહિતના મોટા ક્ષેત્રમાં MoU પણ થયા છે. તો, આર્થિક વિકાસનાં એજન્ડા પર રાષ્ટ્રીય મિશનનો વિસ્તાર થયો.
અત્રે ઉલ્લેખનિય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ બાદથી વિદેશ પ્રવાસ કર્યો નથી. ફેબ્રુઆરીમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી કોઈ મોટા વિદેશી નેતાએ ભારતની મુલાકાત લીધી નથી.
કોરોના કાળથી, પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિદેશી નેતાઓ સાથે સંપર્કમાં રહે છે, સાથે જ તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે, જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ થશે.
વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી છે કે કોરોના સંકટ દરમિયાન ભારતે અનેક દેશોને મદદ કરી છે. કુલ 150 દેશોને દવાઓ, તબીબી ઉપકરણોની મદદ પૂરી પાડવામાં આવી છે. આ સાથે ચીન સહિત 80 દેશોને 80 કરોડ આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ભારતને જાપાન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાઇલ તરફથી પણ મદદ મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.