જો માર્શલ ન આવ્યા હોત તો ડેપ્યુટી ચેરમેન પર શારીરિક હુમલો પણ થઈ શકતો હતો: રવિશંકર પ્રસાદ

લોકસભા બાદ રાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલને પાસ કરાવી લેવામાં આવ્યા છે. પરંતુ કૃષિ સાથે જોડાયેલા બિલ પર કિસાનો અને વિરોધ પક્ષનો હંગામો જોવા મળી રહ્યો છે. રવિવારે રાજ્યસભામાં થયેલા વિપક્ષના હંગામા દરમિયાન રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનનો અનાદર કરવામાં આવ્યો હતો. તો કેન્દ્ર સરકાર તરફથી ત્રણ મંત્રીઓએ રાજ્યસભા ડેપ્યુટી ચેરમેન સાથે થયેલી ઘટનાને લઈને પ્રેસ વાર્તા કરી હતી.

કેન્દ્ર સરકારના ત્રણ મંત્રી રવિશંકર પ્રસાદ, પ્રહલાદ જોશી અને પીયૂષ ગોયલે પત્રકાર પરિષદ યોજીને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહના અનાદરનો મુદ્દો ઉઠાવ્યો અને દુખ વ્યક્ત કર્યું હતું. તેની પહેલા કાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્ર સરકારના 6 મંત્રીઓ પત્રકાર પરિષદ કરીને આ મુદ્દો ઉઠાવી ચુક્યા છે.

પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે, જો તેણે વોટ આપવાનો હતો તો તેની સીટ પર આવવાની જરૂર હતી. 13 વખત ડેપ્યુટી ચેરમેને સાંસદોને પરત સીટ પર જવા માટે વિનંતી કરી. આ સંસદ માટે એક શરમજનક દિવસ હતો. માઇક તૂટી ગયો, તાર તૂટી ગયા, નિયમ પુસ્તીકા પણ  ફાડવામાં આવી. જો માર્શલ ન આવ્યા હોત તો ડેપ્યુટી ચેરમેન પર શારીરિક હુમલો પણ થઈ શકતો હતો.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે, અમે આવી હરકત ક્યારેય નથી જોઈ. તો નિયમ 256ના ખંડ ત્રણમાં કોઈ સભ્યને સસ્પેન્ડ કરવાને લઈને કહેવામાં આવ્યું છે કે કોઈ ચર્ચા થશે નહીં અને સાંસદોએ ગૃહની બહાર નિયમો અનુસાર જવું પડશે. મર્યાદાનાં નિયમોનું પાલન નથી કરતા અને તે લોકતંત્રની વાતો કરે છે. રાજ્યસભામાં અમારી પાસે સ્પષ્ટ બહુમત હતો. 110 સાંસદ અમારી સાથે તો 72 વિરોધમાં હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.