કોરોના વાયરસથી બચવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ બાબતનું ધ્યાન રાખવું પડશે

ભારત સરકારે ધોરણ-9 થી 12 માટે સ્વૈચ્છિક આધારે શાળાને આંશિક રીતે ફરીથી ખોલવા માટેના દિશાનિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર, વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા પાસેથી લેખિત પરવાનગી મેળવીને પોતાના શિક્ષકો પાસેથી માર્ગદર્શન લેવા માટે પોતાની શાળાની મુલાકાત કરી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19ના પ્રસારણના જોખમને ઘટાડવા માટે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ધ્યાનમાં રાખતાં દિશાનિર્દેશ જાહેર કર્યા છે. પરંતુ તમે તે વાતનું ધ્યાન રાખો કે વિદ્યાર્થીઓ પોતાની ઇચ્છાથી શાળા જવાનો નિર્ણય કરી શકે છે. જો વિદ્યાર્થીઓ સ્કૂલ જવાનો નિર્ણય કરે છે તો તેમની પાસે પોતાના માતા-પિતા દ્વારા લેખિતમાં પરવાનગી હોવી જોઇએ. શાળા જઇ રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે કોરોના વાયરસથી ખુદને બચાવવા અને બીજાને પણ ન થાય તેનું ધ્યાન રાખવા માટે આ 10 બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

1. શિક્ષક અને વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટેન્સ જળવાઇ રહે તે રીતે શાળામાં પ્રવેશ કરવાનું આયોજન કરવું જોઇએ.

2. ફેસ માસ્ક અથવા ફેસ શીલ્ડનો ઉપયોગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્કૂલના સ્ટાફ માટે અનિવાર્ય હોવું જોઇએ.

3. જે શિક્ષક અને વિદ્યાર્થી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા હોય તેમને શાળામાં આવવાની પરવાનગી ન આપવી જોઇએ. આ ઉપરાંત માત્ર તે શાળાઓ જ ખોલવાની પરવાનગી મળવી જોઇએ જે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ન આવતી હોય.

4. શારીરિક અંતરને જાળવવાનાં હેતુથી વિદ્યાર્થીઓના બેસવાની વ્યવસ્થાનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઇએ. દરેક વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર હોવું જોઇએ.

5. ઓછામાં ઓછા શિક્ષકોને શાળામાં બોલાવવા જોઇએ.

6. ભણાવવાનો તમામ સામાન, જેમાં ડેસ્ક, ખુરશી, ડસ્ટર, ચૉક અને પુસ્તકોને પણ સેનેટાઇઝ કરવું જોઇએ.

7. શાળાઓમાં કહેવામાં આવ્યું છે કે ક્લાસરૂમની જગ્યાએ વધારેમાં વધારે બહારની જગ્યાઓનો ઉપયોગ કરવો જોઇએ.

8. સ્વચ્છતાનું ધ્યાન સૌથી પહેલાં રાખવું જોઇએ.

9. જે બાળકો અથવા શિક્ષક બીમાર હોય તેમણે શાળાએ ન જવું જોઇએ.

10.  એસીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ અથવા તો એસીનું તાપમાન 24-30ની વચ્ચે જ રાખવું જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.