યુજીસીએ નવા શૈક્ષણિક કેલેન્ડરને જારી કર્યું, વેકેશનની રજાઓ પર મુકાશે કાપ

કોરોના કાળમાં બંધ પડેલી યુનિવર્સિટી અને કોલેજોમાં 2020-21ના શૈક્ષણિક સત્રની શરૂઆત 1 નવેમ્બરથી થવા જઈ રહી છે. સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા વર્ષમાં 31 ઓક્ટોમ્બર સુધી એડમિશન થશે. અભ્યાસ દરમિયાન આ વર્ષે શિયાળા અને આવતા વર્ષે ઉનાળાની રજાઓ તથા અન્ય રજાઓમાં કાપ મુકવામાં આવશે.

યુજીસીએ પોતાના દિશા નિર્દેશમાં કહ્યું છે કે સત્રમાં મોડુ થવાના કારણે ચાલી રહેલા પાઠ્યક્રમોને પુરો કરવા માટે રજામાં કાપ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી કે યુજીસી તરફથી જારી સંશોધિત શૈક્ષણિક કેલેન્ડર મુજબ પહેલા વર્ષમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાઠ્યક્રમો માટે ક્લાસ 1 નવેમ્બરથી શરૂ થશે.

આયોગે વિશ્વવિદ્યાલયોને નિર્દેશ આપ્યો છે કે આ પાઠ્યક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા 31 ઓક્ટોમ્બરે સમાપ્ત કરી દેવામાં આવશે. અભ્યાસ પુરો કરવા માટે અઠવાડીયા માં 6 દિવસ ક્લાસ ચાલશે.

નવા સત્ર ઓનલાઈન, ફેસ ટુ ફેસ ક્લાસરુમમાં અને મિશ્રત મોડથી ચલાવવામાં આવશે. આ શૌક્ષણિક કેલેન્ડર એઆઈસીટીઈના ટેક્નિકલ કોલેજો પર લાગુ પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.