ભાજપના સાંસદે જયા બચ્ચનનું નામ લઇને બોલિવૂડની કરી ઝાટકણી

ભાજપના સાંસદ સુવ્રત પાઠકે સિનિયર અભિનેત્રી કમ સપા સાંસદ જયા બચ્ચનનું નામ લઇને ટીકા કરતાં કહ્યું કે જયાજીને જે થાળીમાં ગંદકી દેખાઇ હતી એ થાળીમાંથી હવે શું બહાર આવી રહ્યું છે એ દુનિયા જોઇ રહી હતી. આજે ડ્રગ લેનારા કલાકારોમાં ટોચની અભિનેત્રીઓ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, દિયા મિર્ઝા અને સિમોન ખંભાતાના નામ બહાર આવ્યાં છે.

પાઠકે કહ્યું કે છેલ્લા કેટલાય દાયકાથી ફિલ્મોદ્યોગનું સાંપ્રદાયિકીકરણ કરી નાખવામાં આવ્યું હતું. ચોક્કસ કોમના લોકોને સજ્જન, ઇમાનદાર અને ધર્મનિષ્ઠ ચીતરવામાં આવ્યા અને બીજાઓને દુર્જન ચીતરવામાં આવ્યા. તિલક લગાડનારા અને જનોઇ પહેરનારા લોકોને બળાત્કારી અને ગુંડા દેખાડવામાં આવ્યા. પાઠકે ઉમેર્યું કે હાલ લવ જિહાદના કિસ્સા વધી રહ્યા હતા એને માટે પણ બોલિવૂડ જવાબદાર હતું. બોલિવૂડે બહુમતી પ્રજાની ધાર્મિક લાગણી સતત દૂભાવી હતી. બોલિવૂડ પર લાંબા સમય સુધી હાજી મસ્તાન, વર્દરાજન અને દાઉદ ઇબ્રાહિમનું વર્ચસ્વ રહ્યું.  ગુલશન કુમાર ધાર્મિક ફિલ્મો બનાવતા થયા એટલે એમની હત્યા કરી દેવામાં આવી.

તેમણે ઉમેર્યું કે જયાજીને એવું લાગતું હતું કે જે થાળીમાં જમે છે એમાં ગંદકી કરે છે. પરંતુ હવે જુઓ એ ગંદકીવાળી થાળીમાંથી કેવા કલકારોનાં નામ બહાર આવી રહ્યાં હતાં. અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ કરી રહેલી એજન્સીએ હવે ડ્રગ કેસની તપાસ કરવાની આવી હતી.

અગાઉ અન્ય સિનિયર અભિનેત્રી જયાપ્રદાએ પણ કહ્યું હતું કે થાળીમાં ગંદકી કોણ કરી રહ્યું છે એ હકીકત જયાજી પોતે જાણે છે. પછી આવો દંભ કરવાની શી જરૂર છે. પાઠકે કહ્યું કે જે રીતે ફિલ્મ કલાકારો એકમેક સાથે લગ્ન કરીને નામ બદલે છે એને કારણે યુવા પેઢી ગેરમાર્ગે દોરાઇ રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.