બે દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 903 : કતારગામ-લિંબાયતમાં ફરી કેસ વધ્યા
સુરત શહેરમાં આજરોજ 183 અને જીલ્લામાં 111 નવા દર્દો મળી કુલ 294 દર્દી કોરોનાની ઝપેટમાં આવતા સુરત શહેર જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 27 હજારને પાર કરી 27114 થઈ છે. તે સાથે શહેર જીલ્લામાં બે પુરુષના મોત સાથે મૃત્યુઆંક 903 ઉપર પહોંચ્યો છે. તો સુરત શહેરમાંથી વધુ 180 અને ગ્રામ્યમાંથી 90 મળી કુલ 270 દર્દીઓને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરતના વરાછા બી ઝોનમાં સીમાડાના વૃદ્ધ અને જીલ્લામાં ચોર્યાસીના ઓખાના વૈષ્ણોદેવી હાઈટ્સના આધેડ કોરોનાને લીધે મોતને ભેટયા હતા.
સુરત સિટીમાં કોરોનામાં આજે 183 દર્દીઓમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 53 દર્દીને દાખલ કર્યા છે. આમ, અઠવા ઝોનમાં સ્થિતી હજુય ચિંતાનજક બની છે. રાંદેર ઝોનમાં વધુ 22 દર્દીને કોરોનાની સારવાર માટે દાખલ કરાયા છે. જોકે, લીંબાયત ઝોનમાં નવા 23 દર્દી અને કતારગામ ઝોનમાં નવા 24 દર્દી નોંધાતા ફરી ત્યાં કેસ વધી રહ્યા છે. તે સાથે સિટીમાં કોરોનાના કેસનો આંક 20267, મૃત્યુઆંક 663 જ્યારે ગ્રામ્યમાં વધુ 111 દર્દી આજરોજ દાખલ થતા કેસનો આંક 6847 અને મૃત્યુઆંક 240 છે. સિટી-ગ્રામ્યમાં કુલ કેસ 27 હજારને પાર કરી 27114 થયા છે અને મૃત્યુઆંક 903 થયો છે. સિટીમાંથી આજે 180 અને ગ્રામ્યમાંથી 90 દર્દીને રજા અપાઇ હતી. સિટીમાં અત્યાર સુધી 18129 અને ગ્રામ્યમાં 5556 મળી કુલ 23685 દર્દી સાજા થયા છે. આમ, સુરત શહેર અને જીલ્લામાં રિકવરી રેટ 87.35 ટકા થયો છે.
નવી સિવિલ અને સ્મીમેરમાં 135 દર્દીઓની હાલત ગંભીર
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 172 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 135 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 15 વેન્ટિલેટર, 42 બીપેપ અને 78 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી બંને હોસ્પિટલોની ડોક્ટરોની ટીમ તેમને કોરોના મુક્ત કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે.
નવસારી સિવિલ હોસ્પિટલના ડોકટર-નર્સ, ખાનગી ડોકટર, અઠવા પોલીસના હેડ કોન્સ્ટેબલ, બે રત્નકલાકાર , 4 વિદ્યાર્થીને કોરોના
કોરોના સંક્રમિતમાં અઠવા ઝોનમાં મજૂરાગેટ ખાતે ક્લિનિક ધરાવતા ડોક્ટર, નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર, કાપડ દલાલ, રાધે માર્કેટમાં કામ કરતા શ્રમજીવી, 4 ટેક્ષ્ટાઈલ વેપારી, માર્કેટીંગનું કામ કરતા, મેડીકલ સ્ટોરના ધંધાર્થી, હજીરા સ્થિત એલ એન્ડ ટી ના કર્મચારી, 3 ધંધાર્થી, ડ્રાઇવર, નવી સિવિલ હોસ્પિટલની સ્ટાફ નર્સ, રત્ન કલાકાર, વિધાર્થી, એન્જીનીયર, રાંદેર ઝોનમાં વિધાર્થી, વરાછા એ ઝોનમાં વરાછામાં એમ્બ્રોઇડરીના ધંધાર્થી, દલાલ, શ્રમજીવી, સેન્ટ્રલ ઝોનમાં અઠવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ, લીંબાયત ઝોનમાં ખાનગી લેબોરેટરીના કર્મચારી, ટેક્ષ્ટાઈલ કંપનીના કર્મચારી, 2 વિદ્યાર્થી, ટેક્ષ્ટાઈલ ધંધાર્થી, કતારગામ ઝોનમાં દલાલ, રત્ન કલાકાર, ઉધના ઝોનમાં વિધાર્થી, ઓટો ગેરેજના માલિક, કડોદરામાં ડાઇંગ મિલના કર્મચારીનો સમાવેશ થાય છે. આજના 183 દર્દીમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા 6 અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા 2 વ્યકિતઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.
સુરત સિટી-જીલ્લામાં મૃતક દર્દીઓ
ક્રમ વિસ્તાર ઉંમર જાતી દાખલ તા.
- 1. સીમાડા 66 પુરુષ 09
- 2. ઓખા,ચોર્યાસી 55 પુરુષ –
સુરત સિટીમાં કયા ઝોનમાં કેટલા કેસ
ઝોન નવા કેસ કુલ કેસ
સેન્ટ્રલ 12 2106
વરાછા એ 17 2301
વરાછા બી 17 1725
રાંદેર 22 3069
કતારગામ 24 3582
લિંબાયત 23 2270
ઉધના 15 1676
અઠવા 53 3538
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.