સરકારી સ્કૂલોમાં 40 ટકા શૌચાલય ગંદાં હોય છે, CAGના રિપોર્ટના મુદ્દે ચિદંબરમે સરકારને ઘેરી

– અન્યત્ર અત્યંત ગંદાં હોય છે

કોમ્પ્ર્ટ્રોલર એન્ડ એકાઉન્ટનટ જનરલ (સીએજી)એ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દેશનાં પંદર રાજ્યોની સ્કૂલોમાં શૌચાલય અત્યંત ગંદા અને ગંધાતા હોય છે. આ રિપોર્ટના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદંબરમે સરકારને આડે હાથે લીધી હતી.

સીએજીના રિપોર્ટમાં જણાવાયા મુજબ દર 2326 શૌચાલયોમાંના 1812 શૌચાલયોમાં પાણીની વ્યવસ્થા જ નહોતી. આ 1812 શૌચાલયોમાંના 715 શૌચાલયોની વ્યવસ્થિત સફાઇ થતી નહોતી. 75 ટકા સરકારી સ્કૂલોના ટોયલેટમાં પાણી, સાબુ ઇત્યાદિની કોઇ વ્યવસ્થા નહોતી. એટલે કે 40 ટકા શૌચાલયો ફક્ત નામનાં હતાં. એનો વિદ્યાર્થીઓને કશો ઉપયોગ નહોતો.

આ રિપોર્ટના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદંબરમે કહ્યું કે અગાઉ પણ સીએજી દ્વારા સરકારી સ્કૂલોના શૌચાલયો વિશે આવોજ રિપોર્ટ આવ્યો હતો. એક તરફ વડા પ્રધાન સ્વચ્છ ભારતની વાતો કરે છે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં શૌચાલયો ગંધાતાં હોય છે. તો સ્વચ્છતા કે જાહેર આરોગ્ય જેવું ક્યાં રહ્યું ? તેમણે કહ્યું કે જો ચાલીસ ટકા શૌચાલયો નિષ્ક્રીય હોય તો ખુલ્લામાં શૌચ કરવાનું દેશભરમાં નષ્ટ થઇ ગયું એમ કેવી રીતે કહી શકાય એ સમજાતું નથી. વડા પ્રધાને એવો દાવો કર્યો હતો કે હવે દેશમાં ક્યાંય ખુલ્લામાં શૌચક્રિયા થતી નથી. સીએજીનો રિપોર્ટ એના કરતાં જુદી વાત કરે છે.

કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત ઝુંબેશ શરૂ કરી એના પગલે 2014માં સ્વચ્છ વિદ્યાલયોની ઝુંબેશ પણ શરૂ કરાઇ હતી. કેન્દ્રનું શિક્ષણ ખાતું દરેક સ્કૂલમાં શૌચાલય બનાવડાવી રહ્યું હતું. સીએજીના રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે ત્રીસ ટકા શૌચાલય હોવા છતાં વાપરી શકાતાં નથી કારણ કે ત્યાં પાણીની વ્યવસ્થા નથી. આ ત્રીસ ટકા સ્કૂલોમાં છોકરીઓની સ્કૂલોના શૌચાલય પણ આવી જાય છે એમ સીએજીએ જણાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.