બોલિવૂડમાં ડ્રગ કેસમાં ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ આવતાં એના પતિ અભિનેતા રણવીર સિંઘને સોશ્યલ મિડિયા પર ટ્રોલ કરાયો હતો. દીપિકા હાલ ગોવામાં છે અને આજે ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુંબઇ પહોંચી રહી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એ એને આવતી કાલે પૂછપરછ માટે હાજર થવા સમન્સ મોકલ્યું હતું.
હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસે બોલિવૂડના ડ્રગ સેવનની વાતોને રાષ્ટ્રીય મિડિયા પર મૂકી દીધી હતી. ડ્રગ કેસમાં દીપિકાનું નામ ખુલતાં સોશ્યલ મિડિયા પર લોકોએ રણવીર સિંઘને ટ્રોલ કર્યો હતો. કોઇએ એના ડ્રેસ સેન્સની ફિરકી ઊતારી હતી તો કોઇએ દીપિકા ડિપ્રેશનમાં હતી એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કોઇએ લખ્યું કે ડ્રગને બના દી જોડી તો કોઇએ રણવીરના ચિત્રવિચિત્ર પોષાક સાથેના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા. એક યુઝરે લખ્યું કે રણવીરે દીપિકા પાસેથી ડ્રગ કેવી રીતે લેવી એ શીખ્યું તો કોઇએ મીમ રચી અને દીપિકાને સંબોધીને લખ્યું કે સેલેબ્સ સિર્ફ હમેં મેનીપ્યુલેટ કરતે હૈં. કોકીન કોઇ ખાને કી ચીજ તો હૈ નહીં… મેરે બાદ રિપિટ કીજિયે..
વાસ્તવમાં સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ ડ્રગ કેસમાં ઝડપાઇ ત્યારે તેણે એનસીબી પાસે વટાણાં વેરી નાખ્યા હતા અને બોલિવૂડના અન્ય કલાકારોનાં નામ તથા ડ્રગ પેડલર્સનાં નામ એનસીબીને આપી દીધાં હતાં. પરિણામે એનસીબીએ શ્રદ્ધા કપૂર, દિયા મિર્ઝા, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને સિમોન સહિત અડધો ડઝન કલાકારોને સમન્સ મોકલ્યા હતા કે અમારી સમક્ષ પૂછપરછ માટે હાજર થાઓ.
દરમિયાન, દીપિકાનું નામ આવતાં લોકોએ સોશ્યલ મિડિયા પર રણવીરને ટ્રોલ કરવા માંડ્યો હતો. આજે મુંબઇ હાઇકોર્ટમાં રિયાની જામીન અરજીની સુનાવણી થવાની છે. હાલ એ છઠ્ઠી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.