બોલિવૂડ ડેસ્ક: હાલમાં જ સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ રિલીઝ થઈ છે. ચિરંજીવીનું કહેવું છે કે, આજે સ્ટાર્સ એક્શન ફિલ્મોની વ્યાખ્યા બદલી રહ્યા છે. ખાસ ઇન્ટરવ્યૂમાં તેની સાથે એન્ટી ગ્રેવિટી એક્શન અને રીજનલ ફિલ્મોને લઈને ચર્ચા થઈ. આ વાતચીતમાં તેણે કહ્યું કે, હું એવી પણ એક્શન પસંદ કરતો નથી, જેમ એક્ટર દાંતની મદદથી ગોળીના બે ભાગ કરી દે. તેણે ‘ સે રા નરસિમ્હા રેડ્ડી’ થી કમબેક કરવા પાછળનું કારણ પણ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. ચિરંજીવીએ જે કહ્યું તેની પર એક નજર નાખીએ.
‘બચ્ચન સાહેબ રિયલ લાઈફમાં મારા મેન્ટર છે’
ચિરંજીવીએ કહ્યું કે, નોર્થ હોય કે સાઉથ, દરેક જગ્યાએ અનસંગ હીરો જ પોપ્યુલર હોય છે. સામાન્ય લોકોથી અમે સરળતાથી કનેક્ટ થઈ જઈએ છીએ. ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ જેવી ફિલ્મના કેરેક્ટર માસ અને ક્લાસ એમ બંને ઓડિયન્સને દીવાના બનાવી દે છે. આ ફિલ્મથી મેં કમબેક કર્યું. આ કમબેક પાછળ એક વધારે કારણ હતું. બચ્ચન સાહેબને મેં રિકવેસ્ટ કરી હતી જેને લઈને તે મારા ગુરુ બનવા માટે રાજી થઈ ગયા હતા. તેઓ રિયલ લાઈફમાં પણ મારા ગુરુ સમાન છે. કોલેજના દિવસોથી હું તેમની ફિલ્મો જોતો આવું છું.
સાઉથની ફિલ્મોમાં એન્ટી ગ્રેવિટી એક્શન હોય છે. એટલે કે હીરોએ ગુંડા પર અટેક કર્યો નહીં કે એ સીધો હવામાં. હવે ફિલ્મોમાં પણ એક્શન રિયલ લાગે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુપરહીરોવાળી ફિલ્મમાં આવા એક્શન સીન હોય છે. અહીં એન્ટી ગ્રેવિટી એક્શન જોવા મળી જાય છે. આ સીન હોલિવુડની ફિલ્મમાં પણ હોય છે. જો તમે દર્શકોને આકર્ષી લો છો તો તેમાં કોઈ વાંધો નથી. સ્લો મોશનમાં જ્યારે ગુંડા હવામાં ઉછળે છે ત્યારે દર્શકોને રોમાંચનો અનુભવ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.