2020માં ભારતના અર્થતંત્રને થયેલા નુકસાનની અસર કાયમી રહેશે : યુએન

કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં ભારતના અર્થતંત્રમાં 5.9 ટકાનો ઘટાડો જોવા મળશે  તેમ યુનાઇટેડ નેશન્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતનો જીડીપી આગામી વર્ષે વધી જશે પણ 2020માં અર્થતંત્રમાં થયેલા ઘટાડાથી થયેલા નુકસાનની અસર કાયમી રહેશે.

UN કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ(UNCTAD) દ્વારા જારી કરાયેલા ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ રિપોર્ટ, 2020માં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ મંદીમાંથી પસાર થઇ રહ્યું છે.

આ અહેવાલ અનુસાર 2020માં વૈશ્વિક અર્થતંત્રમાં 4.3 ટકાનો ઘટાડો જોવા મળશે. UNCTADના જણાવ્યા અનુસાર 2020માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં 4.8 ટકાનો ઘટાડો જોવા મળશે. જો કે 2021માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં 3.9 ટકાની રિકવરી જોવા મળશે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2020માં ભારતના જીડીપીમાં 5.9 ટકાનો ઘટાડો જોવા મળશે જ્યારે 2021માં જીડીપીમાં 3.9 ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલમાં જણાવવાં આવ્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે ભારતમાં લાદવામાં આવેલા કડક લોકડાઉનને કારણે મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઇ જતાં 2020માં ભારતમાં  મંદી જોવા મળી રહી છે.

UNCTAD મુજબ 2020માં અમેરિકાના અર્થતંત્રમાં 5.4 ટકાનો ઘટાડો જોવા મળશે જ્યારે 2021માં અમેરિકાના જીડીપીમાં 2.8 ટકાની રિકવરી જોવા મળશે. આ અહેવાલ મુજબ ર્ ચીનના જીડીપીમાં ચાલુ વર્ષે 1.3 ટકા અને 2021મા 8.1 ટકાની વૃદ્ધિ જોવા મળશે. જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે હશે.

વિકાસશીલ દેશોમાં 9 થી 12 કરોડ લોકો અત્યંત ગરીબીમાં ધકેલાઇ જશે અને 30 કરોડ લોકોને ખાદ્ય અસલામતીનો સામનો કરવો પડશે. UNCTADના ગ્લોબલાઇઝેશન અને ડેવલોપમેન્ટ સ્ટ્રેટિજી ડિવિઝનના ડાયરેક્ટર રિચાર્ડ કોઝુલ રિટના જણાવ્યા અનુસાર કેટલાક આગાહી કરનારાઓ અર્થતંત્રમાં વી શેપ રિકવરીની વાત કરી રહ્યાં છે જે ગેરમાર્ગે દોરનારી છે. આવા પ્રકારની રિકવરી માટે વૃદ્ધિ ડબલ ડિજિટમાં  થવી જોઇએ જે હાલમાં શક્ય નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.